હૈદરાબાદ: હિન્દી સિનેમાના વધુ એક પ્લેબેક સિંગર બપ્પી લાહિરીએ (Playback Singer Buppi Lahiri) હવે દુનિયાને અલવિદા (Bappi Lahiri Passes Away) કહી દીધું છે. 15 ફેબ્રુઆરી રાત્રે 11.45 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. બપ્પી દાના નિધન પર તેમના જમાઈ ગોવિંદ બંસલે જણાવ્યું છે કે, ખરેખર 15 ફેબ્રુઆરીની રાત્રે શું થયું હતું.
જાણો બપ્પી દાના મોતના કારણ વિશે
બપ્પી દાના જમાઈ ગોવિંદ બંસલે કહ્યું, 'આ દિવસ અમારા માટે ખૂબ જ દુઃખદ છે, દાદાએ તેના અવાજથી આખા દેશનું મનોરંજન કર્યું અને દરેક તેમને ખુબ પ્રેમ કરે છે', ત્યારે બપ્પી દાના અવસાન અંગે ગોવિંદ બંસલે ખુલાસો કર્યો હતો કે , 'તેમને ત્રણ અઠવાડિયાથી વધુ સમય સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ડિસ્ચાર્જ થયા બાદ તે ઘરે પરત ફર્યા હતા અને તેમણે 15 ફેબ્રુઆરીની રાત્રે ડિનર કર્યાના હાફ અવર બાદ તેમને હાર્ટ એટેક (Bappi Lahiri Death Reason) આવ્યો હતો. આ બાદ તેમના પલ્સ રેટ ઘટવા લાગ્યા હતા. આ બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને રાત્રે 11:44 વાગ્યે ડૉક્ટરે અમને તેમના મૃત ઘોષિત કર્યા હતા.
આ પણ વાંચો:Bappi Lahiri Passes Away: બપ્પી લહેરીના સોનાને લઇને તેના બાળકોએ લીધો નિર્ણય