ગુજરાત

gujarat

ETV Bharat / sitara

માત્ર 5 દિવસમાં પુરું થયું આ ફિલ્મનું શૂટિંગ... - બૉલીવુડ વૉર અને ડ્રામા ફિલ્મ 'બંકર'

મુંબઇ: બૉલિવુડ વૉર અને ડ્રામા ફિલ્મ 'બંકર' 17 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ પહેલા ફિલ્મની સ્ટારકાસ્ટ ફિલ્મના પ્રમોશન માટે દેશની રાજધાની દિલ્હી પહોંચી હતી. તે દરમિયાન ફિલ્મના સ્ટાર કાસ્ટે ઇટીવી ભારત સાથે ખાસ વાત કરી હતી. ફિલ્મમાં અભિજિત સિંહ મુખ્ય ભૂમિકામાં છે. જેમાં તેની પત્નીની ભૂમિકા અરિંદિતા કલિત ભજવી રહી છે. આ ફિલ્મને જુગલ રાજાએ ડાયરેક્ટ કરી છે.

bankar
bankar

By

Published : Jan 16, 2020, 10:19 AM IST

5 દિવસમાં પૂરુ થયું ફિલ્મનું શૂટિંગ

આ ફિલ્મમાં બધા કલાકારો નવા છે અને આ ફિલ્મનું શૂટિંગ ફક્ત 5 દિવસમાં પૂર્ણ થયું છે. કલાકાર અભિજીત સિંહે જણાવ્યું હતું કે, ફિલ્મની કહાની યુદ્ધ દરમિયાન લેફ્ટનન્ટ કર્નલ દ્વારા આવતી મુશ્કેલીઓ પર આધારિત છે. જેમાં ફિલ્મનું શૂટિંગ બંકરમાં કરવામાં આવ્યું છે. અંદર બતાવવામાં આવ્યું છે કે, દેશ માટે લડતી વખતે સેનાના માણસે કેવી રીતે માનસિક અને શારીરિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને તે ફક્ત રાષ્ટ્રને સમર્પિત છે.

ફિલ્મ બંકરની સ્ટારકાસ્ટ સાથે વાતચીત

ફિલ્મ આર્મી મેનના જીવન પર આધારિત

આ સાથે અભિનેત્રી અરિંદિતા કલિતે જણાવ્યું હતું કે, તેણે ફિલ્મમાં આર્મી પુરુષની પત્નીની ભૂમિકા ભજવી હતી. જેમાં તેનું નામ સ્વરા રાખવામાં આવ્યું છે અને તે એક સ્ટ્રોંગ મહિલા છે. જે જાણે છે કે તેમના પતિ સૈન્યમાં છે અને તે અનેક મુશ્કેલીઓમાંથી પસાર થાય છે.

મુંબઇમાં થયું છે ફિલ્મનું શૂટિંગ

આ સિવાય ફિલ્મના ડાયરેક્ટર જુગલ રાજાનું કહેવું છે કે, અમે મુંબઈમાં ફિલ્મનું શૂટિંગ માત્ર 5 દિવસમાં પૂર્ણ કરી લીધું હતું, તેમણે કહ્યું કે, આ ફિલ્મ દ્વારા લોકોને સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, આ ફિલ્મથી અમે #antiwar લોકો સુધી સંદેશ ફેલાવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details