ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કંગના રનૌત સામે FIR રજિસ્ટર કરવા બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટેનો આદેશ - એફઆઈઆર

મુંબઈની બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટે બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત સામે એફઆઈઆર નોંધવા આદેશ કર્યો છે. કંગના સામે એક પિટિશન કરવામાં આવી હતી, જેમાં કંગના પર સામાજિક ધૃણાને ઉશ્કેરનારું નિવેદન આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ પિટિશનની સુનાવણી કરતા બાંદ્રા કોર્ટે આ આદેશ કર્યો હતો.

Kangana Ranaut
Kangana Ranaut

By

Published : Oct 17, 2020, 3:25 PM IST

Updated : Oct 17, 2020, 4:39 PM IST

  • કંગના વિરુદ્ધ FIR રજિસ્ટર કરવા કોર્ટેનો આદેશ
  • કંગના પર સામાજિક ધૃણાને ઉશ્કેરવાનો આરોપ
  • બે વિધર્મ લોકોએ બાંદ્રા કોર્ટમાં કરી હતી પિટિશન

મુંબઈઃ કંગના રનૌત સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી લઈ ટીવી સુધી દરેક જગ્યાએ બોલિવુડ વિરુદ્ધ બોલતી રહેતી હોય છે. કંગનાએ કથિત રૂપે બોલિવુડમાં ફેલાયેલા ડ્રગ્સના જાળ અને નેપોટિઝમ સામે અવાજ ઊઠાવ્યો હતો. આના વિરોધમાં બે વિધર્મ લોકોએ બાંદ્રા કોર્ટમાં એક પિટિશન કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, કંગના રનૌત પોતાના ટ્વિટના માધ્યમથી બે સમુદાય વચ્ચે નફરતને વધારી રહી છે, જેણે ફક્ત ધાર્મિક ભાવના જ નહીં, પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકોની ભાવનાને પણ ઠેસ પહોંચાડી છે.

આ પિટિશનમાં તેમણે કંગના પર સાંપ્રદાયિકતાને વધારવાનો આક્ષેપ કર્યો છે. પિટિશન કરનારાઓના મતે બાંદ્રા પોલીસ સ્ટેશને કંગના વિરુદ્ધ અનેક આરોપોને ધ્યાનમાં લેવાની મનાઈ કરી દીધી હતી, ત્યારબાદ તેમણે મામલામાં તપાસ માટે કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. કોર્ટે કંગના રણૌત સામે એફઆઈઆર નોંધવા આદેશ કર્યો છે. એફઆઈઆર નોંધાવ્યા પછી કંગનાની પૂછપરછ કરવામાં આવશે અને કંપના વિરુદ્ધ પૂરાવા મળતા જ તેની ધરપકડ પણ થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે, આની પહેલા કર્ણાટકના તુમકુરુ જિલ્લામાં અભિનેત્રી કંગના રણૌત સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. કંગના વિરુદ્ધ તેના એક ટ્વિટને લઈને શુક્રવારે કોર્ટે પોલીસને એફઆઈઆર નોંધવા આદેશ કર્યો હતો.

Last Updated : Oct 17, 2020, 4:39 PM IST

ABOUT THE AUTHOR

...view details