ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Happy Birthday Munni : બજરંગી ભાઈજાનમાં મુન્નીનું પાત્ર ભજવનારી હર્ષાલી 13 વર્ષની થઈ - munni turned 13 on last thursday

સલમાન ખાનની બહુચર્ચિત ફિલ્મ 'બજરંગી ભાઈજાન' માં મુન્નીનું પાત્ર ભજવનારી બાળ અભિનેત્રીનો 4 જૂનના રોજ જન્મદિવસ હતો. જન્મદિવસ નિમિત્તે તેણીએ સોશિયલ મીડિયા પર પોતાના બર્થ-ડે સેલિબ્રેશનના ફોટો તેમજ વીડિયો શેર કર્યા હતા.

Happy Birthday Munni
Happy Birthday Munni

By

Published : Jun 6, 2021, 10:18 PM IST

  • સલમાન ખાન સાથે ફિલ્મ બજરંગી ભાઈજાનમાં જોવા મળી હતી બાળ અભિનેત્રી
  • 4 જૂનના રોજ બાળ અભિનેત્રીએ 13 વર્ષ કર્યા હતા પૂર્ણ
  • જન્મદિવસની ઉજવણીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ

ન્યૂઝ ડેસ્ક: સલમાન ખાનની ફિલ્મ 'બજરંગી ભાઈજાન' માં તમે જે મુન્નીનો જોઈ હશે, તે મુન્ની હવે કંઈક અલગ જ દેખાય છે. ગત ગુરૂવાર એટલે કે 4 જૂનના રોજ ફિલ્મમાં મુન્નીનું પાત્ર ભજવનારી બાળ અભિનેત્રી હર્ષાલી મલ્હોત્રા 13 વર્ષની થઈ છે. તેણીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના જન્મદિવસ સેલિબ્રેશનના ફોટો અને વીડિયો શેર કર્યા હતા. જેમાં દેખાતી 4 કેક પૈકી એક કેક પર 'મુન્ની' અને અન્ય એક કેક પર 'ઓફિશિયલી અ ટિનેજર ' લખેલું જોઈ શકાય છે.

બજરંગી ભાઈજાનમાં મુન્નીનું પાત્ર ભજવનારી હર્ષાલી 13 વર્ષની થઈ

વીડિયો પણ કર્યો શેર

હર્ષાલીએ જન્મદિવસ નિમિત્તે ઘરમાં કરાયેલા ડેકોરેશન સાથે કેટલાક ફોટો શેર કર્યા હતા. આ સાથે તેણીએ શેર કરેલી એક રીલમાં તે કેક પરની મીણબત્તીને ફૂંક મારતી જોવા મળી હતી. આ સાથે તેણીએ કેપ્શનમાં લખ્યું હતું કે, " આજે મારો જન્મ દિવસ છે, હું સત્તાવાર રીતે ટિનેજર બની ગઈ છું. "

ABOUT THE AUTHOR

...view details