હૈદરાબાદ : બોલીવુડના બાજીરાવ રણવીર સિંહના એક પ્રશંસકે તેની 10 વર્ષની લાંબી યાત્રાનો એક વીડિયો બનાવ્યો છે. રણવીરે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે તેના પ્રશંસકે બનાવેલ વીડિયો બહુ પ્રેમથી જોઇ રહ્યો છે.
બોલીવુડમાં રણવીર સિંહના 10 વર્ષ પૂર્ણ, પ્રશંસકનો બનાવેલ વીડિયો જોઇ થયાં ભાવુક - બેન્ડ વાજા બારાત
રણવીર સિંહે બોલીવુડમાં 10 વર્ષ પૂર્ણ કરી લીધાં છે. આ ખાસ અવસર પર તેના પ્રશંસકે એક મ્યૂઝિક વીડિયો બનાવ્યો છે. આ વીડિયો જોઇને રણવીર સિંહ ભાવુક થઇ ગયો હતો.
રણવીરના પ્રશંસકે રણવીરના ગીત પર તેમનો ફેમસ ડાન્સનો સ્ટેપ પણ કર્યો છે. પ્રશંસકના પ્રેમ માટે તેણે આભાર વ્યકત કર્યો હતો. રણવીરે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, "મારા પ્રિય પ્રશંસકે મારા માટે વીડિયો બનાવ્યો, અત્યાર સુધીની સૌથી મોટી ગિફ્ટ. મને આટલો ખાસ મહસૂસ કરવા માટે તમારો આભાર... રણવીર "
આપને જણાવી દઇએ કે, રણવીરની પ્રથમ ફિલ્મ બેન્ડ વાજા બારાત હતી. જેમાં તેણે લીડ રોલમાં કામ કર્યું હતું, આ ફિલ્મમાં અનુષ્કા શર્મા પણ હતી. અભિનેતાએ બોલીવુડમાં 10 વર્ષ પૂર્ણ થવા પર કહ્યું હતું કે, " હું તે વસ્તુઓના સપના પણ જોઇ ન શકું જે મારી સાથે અને મારી આસપાસ થયા છે.