નવી દિલ્હીઃસાઉથ ડિરેક્ટર એસ.એસ. રાજામૌલીની ફિલ્મ 'બાહુબલી' સિરીઝે સિનેમાઘરોમાં રેકોર્ડ બ્રેક કમાણી કરી હતી. તેની સફળતા જોઈને નેટફ્લિક્સે (Netflix top series) બાહુબલી: બિફોર ધ બિગિનિંગ નામથી ફિલ્મ સિરીઝની (Bahubali series on Netflix) પ્રિક્વલ બનાવવાનું એલાન કર્યું હતું. આ પ્રોજેક્ટમાં મેકર્સ બાહુબલીની માતા શિવગામીનીની પર પૂરો આધારિત હતો. નેટફ્લિક્સ દ્વારા આ પ્રોજેક્ટ માટે સૌપ્રથમ મૃણાલ ઠાકુરને સાઈન કરાયા હતા. જેનું નિર્દેશન દેવ કટ્ટા કરવાના હતા, પરંતુ હવે આ વેબ સિરીઝ (Web series release today) અધવચ્ચે જ બંધ કરી દેવાય છે.
વેબ સિરીઝ પર 150 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો હતો
આ મોટા બજેટની વેબ સિરીઝ પર 150 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો હતો અને લગભગ 6 મહિના સુધી કામ ચાલ્યું હતું. આ માટે હૈદરાબાદમાં વિશાળ સેટ પણ બનાવાયો હતો. રિપોર્ટ્સ અનુસાર, મૃણાલ ઠાકુર સિવાય અભિનેત્રી વામિકા ગબ્બી અને સાઉથ સુપરસ્ટાર નયનતારાની આ સિરીઝ માટે પસંદગી કરાઇ હતી. મળતા અહેવાલ મુજબ, બાહુબલી: ધ બિગિનિંગને લઈને જે પ્રકારનું આયોજન કરાયું હતું, તે ઘણા પ્રયત્નો પછી પણ પૂરું થઈ શક્યું નથી. અપેક્ષા મુજબ ન બની શકવાને કારણે મેકર્સે તેને બંધ કરવાનું યોગ્ય માન્યું હતું. ખરેખર તો બાહુબલી એક મજબૂત કન્ટેન્ટ છે અને મેકર્સ તેના પર કોઈ જોખમ લેવા માંગતા નથી.