ગુજરાત

gujarat

ETV Bharat / sitara

BAFTA 2022:આ સમારોહમાં લતા મંગેશકરને અપાઇ શ્રદ્ધાંજલિ, નેટીઝન્સે કહ્યું.... - BAFTA 2022

લતા મંગેશકરને બ્રિટિશ એકેડેમી ઑફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન એવોર્ડ્સ BAFTAની 2022 (BAFTA 2022) આવૃત્તિમાં યાદ કરવામાં આવ્યાં (BAFTA Award give tribute to lata Mangeshkar) હતા, જ્યારે ગોલ્ડન ગર્લ્સ સ્ટાર બેટી વ્હાઇટ, જેનું 31 ડિસેમ્બર 2021ના ​​રોજ અવસાન થયું હતું, ત્યારે તેને આ એવોર્ડમાં શ્રદ્ધાંજલિમાં સામેલ કરવામાં આવી ન હતી.

BAFTA 2022:આ સમારોહમાં લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ અપાઇ, નેટીઝન્સ કહ્યું....
BAFTA 2022:આ સમારોહમાં લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ અપાઇ, નેટીઝન્સ કહ્યું....

By

Published : Mar 14, 2022, 3:52 PM IST

લંડન: મેલોડી ક્વીન લતા મંગેશકરને બ્રિટિશ એકેડેમી ઑફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન એવોર્ડ્સની 2022 (BAFTA 2022) ની આવૃત્તિમાં ઇન મેમોરિયમ સેગમેન્ટમાં યાદ કરવામાં આવ્યા (BAFTA give tribute to lata Mangeshkar) હતાં. અભિનેતા-કોમિક રેબેલ વિલ્સન દ્વારા હોસ્ટ કરવામાં આવેલો આ એવોર્ડ સમારોહ રવિવારે રોયલ આલ્બર્ટ હોલ ખાતે યોજાયો હતો.

લતા મંગેશકરને આ રીતે અપાઇ શ્રદ્ધાંજલિ:લતા મંગેશકરનું 6 જાન્યુઆરીએ મલ્ટિપલ ઓર્ગન ફેલ્યરને કારણે અવસાન થયું હતું. તેઓ 92 વર્ષની હતા, તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે બ્રિટિશ એકેડેમીએ સંગીત આઇકોનને "એક ભારતીય પ્લેબેક સિંગર તરીકે વર્ણવ્યું, જેણે 70 વર્ષની કારકિર્દીમાં 1,000 થી વધુ હિન્દી ફિલ્મો માટે અંદાજિત 25,000 જેટલા ગીતો રેકોર્ડ કર્યા હતાં".

આ પણ વાંચો:Amir Khan Birthday: આમિર ખાનને એક્સ વાઇફ કિરણ રાવે આપી આ સોગાદ, અભિનેતાએ કર્યો ખુલાસો

લતાજીએ આ ખાસ ખ્યાતિ હાંસિલ કરી હતી:તેઓ 1974માં રોયલ આલ્બર્ટ હોલમાં પરફોર્મ કરનાર પ્રથમ ભારતીય કલાકાર બન્યા હતા, તેઓએ જણાવ્યું હતું કે, "તેણીની ફિલ્મ ક્રેડિટ લિસ્ટ વિશાળ છે, પરંતુ અનામિકા, આશા, દિલ સે.. અને રંગ દે બસંતીમાં ગવાયેલા ગીતો નોંધપાત્ર છે. 2001માં તેને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા હતા. આ અંદાજમાં તેમને શ્રદ્ધાજંલી આપવમાં આવી હતી.

ગોલ્ડન ગર્લ્સ સ્ટાર બેટી વ્હાઇટને ના આપી શ્રદ્ધાંજલિ:અભિનેતા-ફિલ્મ નિર્માતા સિડની પોઇટિયર, દિગ્દર્શક ઇવાન રીટમેન, સિનેમેટોગ્રાફર હેલિના હચિન્સ, અભિનેત્રી મોનિકા વિટ્ટી અને સેલી કેલરમેન પણ બાફ્ટા ખાતે ઇન મેમોરિયમ સેગમેન્ટમાં સન્માનિત કરાયેલા સ્ટાર્સમાં હતા. ગોલ્ડન ગર્લ્સ સ્ટાર બેટી વ્હાઇટ (Golden Girls Star Beti White), જેનું 31 ડિસેમ્બર 2021ના ​​રોજ 99 વર્ષની વયે નિધન થયું હતું, તેમ છતાં તેને શ્રદ્ધાંજલિમાં સામેલ કરવામાં આવ્યા ન હતા. આ સંજોગોમાં ઘણા ટ્વિટર વપરાશકર્તાઓએ બ્રિટિશ એકેડેમીને ટેગ કરી આંખ ઉઘાડવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારે એક યૂઝરે કટાક્ષ કરતા કહ્યું કે, "માફ કરજો @BAFTA, પણ ઇન મેમોરિયમ પર બેટી વ્હાઇટ ક્યાં છે ?".

અન્ય એક ફેન્સે કહ્યું, "તેઓ બેટી વ્હાઇટ #BAFTA2022 #sacktheresearcherને ભૂલી ગયા".

આ એવોર્ડ સમારોહ આ જગ્યાએ યોજાયો હતો:બ્રિટિશ એકેડેમી ફિલ્મ પુરસ્કારોની 75મી આવૃત્તિ, જેને ઘણીવાર બાફ્ટા ટૂંકી કરવામાં આવે છે. ગઇ કાલે રવિવારે લંડનના રોયલ આલ્બર્ટ હોલમાં આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ધ ડોગ અને તેથી વધુ કેટલાક એવોર્ડ સીઝનના ફેવરિટ હતા જેમણે રિબેલ વિલ્સન દ્વારા આયોજિત વ્યક્તિગત સમારંભમાં બાફ્ટા ટ્રોફી મેળવી હતી, ધ હોલીવુડ રિપોર્ટરે આ અહેવાલ આપ્યો છે.

આ પણ વાંચો:આ અભિનેત્રી નીકળી ચોર, આ પહેલા તેણે આ ડિરેક્ટર પર યૌન ઉત્પીડનનો આરોપ પણ લગાવ્યો હતો

ABOUT THE AUTHOR

...view details