મુંબઇઃ લોકપ્રિય રેપર બાદશાહ આઠ નવા ટ્રેક સાથે એક નવું હિપ-હોપ આલ્બમ લોન્ચ કરવા જઇ રહ્યા છે.
આલ્બમનું શીર્ષક 'ધ પાવર ઓફ ડ્રીમ્સ ઓફ અ કિડ' છે. આલ્બમના માધ્યમથી બાદશાહની લિરિકલ જર્ની બતાવવામાં આવશે. આ આલ્બમમાં તેના પ્રથમ રેપ સોગ લખવાથી લઇને તેની વર્તમાન સ્થતિની ઝલક દેખાડવામાં આવશે.
બાદશાહે કહ્યું કે 'ધ પાવર ઓફ ડ્રીમ્સ ઓફ અ કિડ' મારા માટે ખૂબ જ ખાસ છે. આલ્બમના પ્રત્યેક ગીતમાં મારી યાત્રાના કેટલાક યાદગાર પળો છે, જે મને મારા હૃદયની નજીક લાવે છે. મને ઉમ્મીદ છે કે લોકોને આ પસંદ આવશે.
આલ્બમમાં લિસા મિશ્રા, ફોટી સેવન-બાલી અને સિકંદર જેવા નામોની સાથે ત્રણ સહયોગ શામિલ છે, આ આલ્બમને 7 ઓગસ્ટે રિલીઝ કરવામાં આવશે.