ન્ચૂઝ ડેસ્ક: અભિનેતા રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકરની ફિલ્મ બધાઈ દો' નું (Badhai Do trailer) ટ્રેલર નિર્માતાઓએ મંગળવારના રિલીઝ કર્યું હતું છે. આ ટ્રેલરે રિલીઝ થયાના 24 કલાકમાં લોકોના દિલોમાં રાઝ જમાવી લીધું છે. બોલીવૂડ અભિનેત્રી ભૂમિ પેડનેકર તેના ઇન્સટાગ્રામ પર એક વીડિયો શેર કરી 'બધાઈ દો' ટ્રેલરની સફળતા (Badhai Do trailer Views) વિશે વાત શેર કરી છે. જાણો તમે પણ શું વાત છે?
આ પણ વાંચો:Republic Day 2022: વરૂન ધવને ફેન્સને પાઠવી ગણતંત્ર દિવસની શુભેરછા
'બધાઈ દો ટ્રેલરે' 24 કલાકમાં 33 મિલિયન જેટલા વ્યૂઝ મળ્યાં
ત્રણ મિનિટ અને છ સેકન્ડનું 'બધાઈ દો ટ્રેલરે' 24 કલાકમાં 33 મિલિયન જેટલા વ્યૂઝ મળી ગયા છે. આ સાથે તેને OTT પ્લેટફોર્મ પર એક રોકોર્ડ પણ સર્જયો છે. જો 'બધાઈ દો ટ્રેલરે' 24 કલાકમાં OTT પ્લેટફોર્મ આટલી ધમાલ મચાવી છે તો, જ્યારે પૂરી ફિલ્મ રિલીઝ થશે ત્યારે થિયેટર્સમાં કેટલી ધૂમ મચાવશે. જણાવીએ કે આ ફિલ્મ 11 ફેબ્રુઆરીના થિયેટર્સમાં રિલીઝ (Badhai Do Release Date) થશે અને ફિલ્મ વિનીત જૈન દ્વારા પ્રોડ્યૂસડ કરવામાં આવી છે તેમજ ફિલ્મ ડિરેક્ટ હર્ષવર્ધન કુલકારની દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચો:Lataji Health Update: લતાજીના સ્વાસ્થ માટે અયોધ્યામાં કરાયા મહામૃત્યુંજય જાપ