ન્યૂઝ ડેસ્ક: હોળીના (Holi Festival 2022) દિવસે ફિલ્મ 'બચ્ચન પાંડે'નો ઓક્યુપેંસી રેટ 40 ટકા નોંધાયો (Bachhan Pandey Collection) છે. દર્શકો અક્ષયની આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ સંજોગોમાં હોળી રમ્યા બાદ મોટાભાગના દર્શકોએ ફિલ્મની મજા માણી હતી. આ એક મેગા બજેટની ફિલ્મ છે, જેનું નિર્દેશન ફરહાદ સામજીએ કર્યું છે. આ ફિલ્મે પ્રથમ દેવસે 10 કરોડની કમાણી કરી હતી.
'બચ્ચન પાંડે'નું બોક્સ ઓફિસ કલેક્શન આટલુ: પ્રથમ દિવસે 'બચ્ચન પાંડે'નું બોક્સ ઓફિસ કલેક્શન જોઈને નિષ્ણાતોનું માનવું છે કે, ફિલ્મ પહેલા અઠવાડિયામાં જ 50 કરોડનો આંકડો પાર કરી જશે. 'બચ્ચન પાંડે'ની થીમ વિશે વાત કરીએ તો, આ એક સંપૂર્ણ મનોરંજન ફિલ્મ છે, જેમાં લાગણીઓ, રોમાન્સ અને એક્શન ભરપૂર છે.
આ પણ વાંચો:TorbaaZ Director Girish Malik Son Manan Dies: ફિલ્મ 'તોરબાઝ'ના ડાયરેક્ટર ગિરીશ મલિકના પુત્રના મોતથી સંજય દત્ત આઘાતમાં
લોકડાઉન બાદ અક્ષયની આ ફિલ્મો હિટ રહી: લોકડાઉન બાદ અક્ષય કુમારની ફિલ્મો બોક્સ ઓફિસ પર ઘમાલ મચાવી રહી છે. અક્ષય કુમારની ઘણી ફિલ્મો રિલીઝ થઈ છે, જેમાં 'બેલ-બોટમ', 'સૂર્યવંશી' અને 'અતરંગી રે'નો સમાવેશ થાય છે. આ ત્રણેય ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી.
જાણો આ મહત્વની વાત: અહીં, અનુપમ ખેર અભિનીત ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' તેની રિલીઝના એક અઠવાડિયા પછી પણ બોક્સ ઓફિસ પર મજબૂત પકડ બનાવી રાખી છે, ત્યારે એ જાણવું રહેશે કે આખરે ફિલ્મ 'બચ્ચન પાંડે' ફિલ્મ ધ કાશમીર પર અસર કરશે કે નહી. ફિલ્મ વીકએન્ડ પર જ 100 કરોડ રૂપિયાની કમાણી કરવામાં સફળ રહી હતી અને હવે બીજા સપ્તાહના અંત સુધીમાં ફિલ્મ 200 કરોડ રૂપિયાની કમાણી કરે તેવી અપેક્ષા છે.
'ધ કાશ્મીર ફાઇલ્સ' 4000 સ્ક્રીન્સ પર ચાલી રહી છે: 'ધ કાશ્મીર ફાઇલ્સ' 11 માર્ચે દેશભરમાં 600 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી, જે લોકપ્રિયતાને કારણે હવે 4000 સ્ક્રીન્સ પર ચાલી રહી છે.
આ પણ વાંચો:Kaitrina Kaif Upcoming Film Shooting start: કેટરીના કૈફે પતિ વિકી સાથે હોળી મનાવી શૂટિંગનો કર્યો પ્રારંભ