ગુજરાત

gujarat

ETV Bharat / sitara

નેપોટિઝમ પર ઇરફાનના પુત્ર બાબિલની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું? - સુશાંતસિંહ રાજપૂત

બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં ભાઈ-ભત્રીજાવાદ અંગે ચાલી રહેલા વિવાદમાં દિવંગત ઇરફાન ખાનના પુત્ર બાબિલનો પણ સામેલ કરાયો છે. એક યુઝર્સે બધા કિડ્સ સ્ટારને અનફોલો કરવાનું કહ્યું છે. જેના જવાબમાં બાબિલે કહ્યું કે, તમને સ્ટાર્સના બાળકો ઉપર પડેલા દબાણનો કોઈ અંદાજો નથી.

babil-reaction-over-usek-asked-him-to-unfollow-star-kids
નેપોટિઝમ પર ઇરફાનના પુત્ર બાબિલની પ્રતિક્રિયા

By

Published : Jun 20, 2020, 7:12 PM IST

મુંબઇ: લોકડાઉનમાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ ઇરફાન ખાન અને ઋષિ કપૂર જેવા પ્રશંસનીય કલાકારો ગુમાવ્યાં છે, ત્યારે તાજેતરમાં જ સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી. આ પાછળના પ્રારંભિક અહેવાલો બહાર આવ્યા છે. જેમાં સુશાંત હતાશાનો શિકાર થયો હતો. અભિનેતાની આત્મહત્યાએ ફિલ્મ ઉદ્યોગમાં ચાલતા ભાઈ-ભત્રીજાવાદના મુદ્દાની ચર્ચાએ જોર પકડ્યું છે.

આ ચર્ચા વચ્ચે એક યુઝરે ઇરફાન ખાનના દિકરા બાબિલને સોશિયલ મીડિયા પર સ્ટાર કિડ્સને અનફોલો કરવાની અપીલ કરી છે. જેથી ભત્રીજાવાદને નાબૂદ થાય. યુઝર્સે કહ્યું કે, 'આપણે સ્ટાર કિડ્સને અનફોલો કરવા પડશે. આપણે જનતાએ જ પ્રખ્યાત બનાવી દીધા છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે આપણે આ ભત્રીજાવાદ સામે અવાજ ઉઠાવીએ. આપણે ફિલ્મો પર પ્રતિબંધ લગાવી શકીએ નહીં, પરંતુ સ્ટાર્સ કિડ્સને સોશિયલ મીડિયા પર અનફોલો કરી શકીએ છીએ. આપણે ન્યાય માટે લડવું પડશે, કંગના જેવી બહાદૂર અભિનેત્રીને સમર્થન આપવું પડશે.

નેપોટિઝમ પર ઇરફાનના પુત્ર બાબિલની પ્રતિક્રિયા

આ યુઝરની અપીલ પર પ્રતિક્રિયા આપતાં બાબિલે કહ્યું કે, 'સ્ટાર કિડ્સ ઉપર જે દબાણ છે, એનો તમને ખ્યાલ પણ નથી. નેપોટિઝમ વિશેનો તમારો ગુસ્સો હું સમજી શકું છું, પરંતુ સિક્કાની બે બાજુ પણ લોકોએ સમજવી પડશે. આના જવાબમાં યુઝર્સે લખ્યું કે, 'હું સ્ટાર કિડ્સની વિરુદ્ધ નથી, પરંતુ જો તમે કોઈ બીજાને અધિકાર નહીં આપો તો એ ખોટું છે. જો પ્રોડક્શન હાઉસ આવું કામ કરશે, તો આ લોકો ક્યાં જશે. હું અહીં ન્યાય માટે ઉભો થયો છું અને કરણ જોહરને આ ઉદ્યોગમાંથી બહાર કાઢવા માંગુ છું. આ બાબતે બાબિલે જવાબ આપતા લખ્યું કે, 'હું ફક્ત આશા રાખું છું કે, હું મારી કારકિર્દીમાં માટે એટલી મહેનત કરું કે, લોકો મારા અભિનયથી મને પસંદ કરે.

મહત્વનું છે કે, નેપોટિઝમ સામે કંગના રાનૌત, રવિના ટંડન અને સાહિલ ખાન સહિતના સ્ટાર્સે નેપોટિઝમ અને સ્ટાર પાવર પોલિટિક્સને લઈને સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ વિરોધ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details