દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સમ્માનિત થયેલા અમિતાભ બચ્ચનથી લઈ બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાન સુધી બધા જ સેલેબ્સ વર્ષ 2020નું સ્વાગત કરી રહ્યા છે.
મહાન અભિનેતા અમિતાભ બચ્ચને પરિવાર સાથેનો એક ફોટો શેર કરી અને તેઓએ તેમના પિતા હરિવંશ રાય બચ્ચન દ્વારા લખેલી એક પોસ્ટ કરીને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે.
બોલીવૂડના કિંગ ખાને પોતાનો બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો શેર કર્યો છે. સાથે જ કેપ્શનમાં તેઓએ કેટલાક જ્ઞાનભર્યા શબ્દો લખીને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે.
શાહરુખના ફેન્સ તેમની આગામી પ્રોજક્ટને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. કારણ કે, અભિનેતા છેલ્લી વાર 'ઝીરો' માં દેખાયો હતો. ત્યારબાદ તેઓએ તેમના આગામી પ્રોજેક્ટને લઈને કોઈ જાહેરાત કરી નથી.