ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનથી વડાપ્રધાન મોદી સહિત બોલિવુડ જગત સ્તબ્ધ - મુંબઇના બાંદ્રા સ્થિત કર્યો આપધાત

બોલીવુડમાંથી ફરી એક વાર શોકીંગ ન્યૂઝ સામે આવી છે. બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે મુંબઇના બાંદ્રા સ્થિત પોતાના ઘરે રવિવારે સવારે ગળેફાંસો લગાવી આત્મહત્યા કરી છે. પોલીસ સુત્રોએ આ માહિતી આપી હતી કે, સુશાંત તેના ઘરમાંથી ફાંસી ખાધેલી હાલતમાંથી મળી આવ્યો હતો. જે સમગ્ર માહિતી ધરના નોકરે પોલીસને આપી હતી. આ મામલે બાંદ્રા પોલીસે આગળની તપાસ હાથ ચધરી છે. આ તકે સુશાંતના નિધનને લઇ હસ્તીઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

સુશાંત સિંહ રાજપુતના નિધનથી વડાપ્રધાન મોદી સહિત બોલિવુડ જગત સ્તબ્ધ
સુશાંત સિંહ રાજપુતના નિધનથી વડાપ્રધાન મોદી સહિત બોલિવુડ જગત સ્તબ્ધ

By

Published : Jun 14, 2020, 5:06 PM IST

મુંબઇ : બોલીવુડમાં પોતાની શાનદાર અભિનયથી જાણીતા સુશાંત સિંહ રાજપુતે દુનિયાને અલવિદા કહી છે. તેઓએ મુંબઇ સ્થિત પોતાના બાંદ્રાં ખાતે પોતાના નિવાસ સ્થાને આત્મહત્યા કરી હતી. સુશાંતના નિધનની માહિતી મળતાની સાથે જ સૌ કોઇ સ્તબ્ધ થઇ ગયા હતા. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સહિત અનેક હસ્તીઓ સોશિયલ મીડિયા હેન્ડલ પર નિધનને લઇ શોક વ્યકત કરી રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી લખ્યું, 'એક યુવા અભિનેતા બહુ જલ્દી દુનિયાને અલવિદા કહેતો ગયો. તેના નિધનથી આગાત લાગ્યો. તેના પરિવાર અને ફેન પ્રત્યે મારી સંવેદના ઓમ શાંતિ

એક્ટર જીશાન અય્યુબે લખ્યુ, ' આ ન્યુઝ પર વિશ્વાસ કરવો મુશ્કેલ લાગી રહ્યો છે.'

અભિનેત્રી ઉર્મીલાએ ટ્વીટ કર્યુ, ' આ ન્યુઝ સાંભળતા હેરાન અને દુ:ખી થઇ

એક્ટર સંજય દત્તે લખ્યુ, ' સુશાંતની ન્યુઝ સાંભળતા હેરાન છું. તેના પરિવાર પ્રત્યે મારી સંવેદના

એક્ટર વિવેક ઓબેરોયે ટ્વીટ કર્યુ, આ ન્યુઝ સાંભળતા ઘણુ દુ:ખ થયુ. બધા તમને યાદ કરશે.

ABOUT THE AUTHOR

...view details