ગુજરાત

gujarat

ETV Bharat / sitara

જાણો આયુષ્યમાન ખુરાનાએ અમિતાભ બચ્ચન વિશે શું કહ્યું...

શુજિત સિરકારની કોમેડી-ડ્રામા ફિલ્મ 'ગુલાબો સિતાબો'માં આયુષ્યમાં ખુરાનાને તેના ડ્રીમ હીરો મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે કામ કરવાની તક મળતા આયુષ્માને કહ્યું કે, સ્ક્રીન આઇકન પાસે હજી બાળપણ છે જે તેમને તેમના સમકાલીન કલાકારોથી અલગ બનાવે છે.

આયુષ્યમાન ખુરાના અને અમિતાભ બચ્ચન
આયુષ્યમાન ખુરાના અને અમિતાભ બચ્ચન

By

Published : Jun 11, 2020, 10:01 PM IST

મુંબઇ: બોલિવૂડ અભિનેતા આયુષ્માનનું માનવું છે કે બિગ બીમાં બાળક હજી જીવંત છે, જે તેમને એક મહાન કલાકાર બનાવે છે.

અમિતાભ સાથે પોતાનો કામનો અનુભવ શેર કરતા આયુષ્માનએ કહ્યું, "મારા મનમાં તેમને લઇ એવી છાપ હતી કે એક તેઓ ખૂબ ગંભીર સ્વભાવના છે, પરંતુ તેમની બાળકો જેવી ટેવ તેમને અન્ય કલાકારોથી અલગ બનાવે છે. તેઓ ઉત્સાહથી ભરેલા છે, તેમનું બાળપણ હજી તેમનામાં જીવંત છે, જે તેમને એક મહાન કલાકાર બનાવે છે."

તે વધુમાં કહે છે, "મેં પણ વિચાર્યું હતું કે તે સેટ પર ખૂબ જ કડક રહેશે, પરંતુ તેઓ મારા વિચારથી અલગ છે.તે ખૂબ જ નખરાં, ખૂબ વાતચીત કરનાર અને ખૂબ જ સહાય કરનાર વ્યકિત છે. મેં વિચાર્યું કે તે ફક્ત તેમની પોતાની લાઇનમાં જ વ્યસ્ત રહેશે, પરંતુ તે તેમના કો-સ્ટાર્સનું પણ ધ્યાન રાખે છે.આયુષ્માને કહ્યું કે બિગ બીએ મને મારી લાઇનસ સુધારવામાં મદદ કરી હતી."

તેણે કહ્યું, 'તે ખરેખર મારા માટે ખુબ આશ્ચર્યજનક હતું. મને યાદ છે કે જ્યારે હું સ્ક્રિપ્ટમાં મારી લાઈનોને ચિહ્નિત કરતો હતો ત્યારે તેઓએ મને કહ્યું કે તમે તમારી પોતાની લાઇનો કેમ ચિહ્નિત કરી રહ્યા છો, તમારે મારી લાઇનોને ચિહ્નિત કરવું જોઈએ. આ સાબિત કરે છે કે તે સંપૂર્ણતામાં માને છે, તે સ્વાર્થી અભિનેતા નથી, તે લોકોને ખૂબ જ ટેકો આપે છે.

'ગુલાબો સીતાબો'નું નિર્માણ રોની લાહિડી અને શીલ કુમારે કર્યું છે. ફિલ્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રીલિઝ થવાની તૈયારીમાં છે.

ABOUT THE AUTHOR

...view details