મુંબઈઃ અભિનેતા આયુષ્માન ખુરાનાએ કોવિડ-19 લોકડાઉન વચ્ચે વરિષ્ઠ નાગરિકના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને લોકોમાં વૃદ્ધો વિશે જાગૃતિ પણ ફેલાવી હતી.
આયુષ્માને વૃદ્ધોની મદદ કરવા સંદેશો આપ્યો, જાણો શું કહ્યું?
આયુષ્માન ખુરાનાએ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના રાષ્ટ્રીય મહિલા આયોગના સહયોગથી દેશવાસીઓને વૃદ્ધોને તમામ તબીબી આવશ્યકતાઓ માટે અપીલ કરી છે.
આયુષ્માન ખુરાનાએ વૃદ્ધોને મદદ કરવા માટે સંદેશો આપ્યો
અભિનેતાએ કહ્યું કે, 'આ સ્થિતિ આપણા દેશ અને માનવતાને ખૂબ અસર કરી રહી છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબ્લ્યુ), વરિષ્ઠ નાગરિકોની તબીબી સહાયતા માટે એક વિશેષ સહાય ડેસ્ક શરૂ કર્યો છે, જે કોવિડ-19 લોકડાઉન વચ્ચે તેમની ગંભીર જરૂરિયાતોનું ધ્યાન રાખે છે.'
અભિનેતાએ કહ્યું કે, 'મને આનંદ છે કે હું જરૂરિયાતમંદોને મદદ કરવા અને જાગૃતિ લાવવા માટે પ્રયાસ કરી રહ્યો છું. હું આપણા દેશના તમામ નાગરિકોને આ પહેલને સમર્થન આપવા અપીલ કરું છું.'