ગુજરાત

gujarat

ETV Bharat / sitara

દુનિયાના 100 પ્રભાવશાળી વ્યક્તિઓમાં અભિનેતા આયુષ્માન ખુરાનાને મળ્યું સ્થાન - એચઆઇવી પર રિસર્ચ કરનારા રવિંદર ગુપ્તા

અમેરિકાની જાણિતી ટાઇમ મેગેઝિને દુનિયાના 100 પ્રભાવશાળી લોકોના નામની યાદી બહાર પાડી છે. જેમાં બૉલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાનાનું નામ પણ દુનિયાના 100 પ્રભાવશાળી લોકોના લિસ્ટમાં સામેલ છે.

સિતારા સમાચાર
Actor Ayushmann Khurrana

By

Published : Sep 23, 2020, 2:51 PM IST

મુંબઈ : બૉલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાનાનું નામ ટાઈમ મેગેઝિનના 100 પ્રભાવશાળી લોકોના લીસ્ટમાં સામેલ છે. અભિનેતા આયુષ્માન ખુરાના તેમની એક્ટિંગમાં એક્સપરિમેન્ટ કરવાથી જાણીતો છે. ફિલ્મ બધાઈ હો, ડ્રીમ ગર્લ ફિલ્મ ખૂબ રોમાંચક છે. પ્રભાવશાળી લીસ્ટમાં બોંગ જૂન-હો, અભિનેતા માઈકલ બી જૉર્ડન, ફ્લેગબૈગ નિર્માતા ફોબે વાલર-બ્રિઝ અને સંગીતકાર જેનિફર હડસન અને સેલેના ગોમેજ સામેલ છે.

આયુષ્માન ખુરાનું નામ 100 પ્રભાવશાળીમાં આવતા દીપિકા પાદુકોણે તેમના માટે એક પોસ્ટ લખી છે. દીપિકા પાદુકોણનું નામ પણ 2018માં 100 પ્રભાવશાળી લીસ્ટમાં આવ્યું હતું. દીપિકાએ લખ્યું, કે,"મને યાદ છે કે આયુષ્માન ખુરના તેની પ્રથમ ફિલ્મ, વિકી ડોનરમાં ખૂબ જ અલગ ભૂમિકા ભજવી હતી. આ પહેલા તે ઘણાં વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ભાગ હતો.

વધુમાં તેમણે કહ્યું કે, પરંતુ આજે હું અને તમે તેના વિશે જે કારણો વિશે વાત કરી રહ્યા છે. તે તેના પ્રભાવનું કારણ છે. જે તેમણે તેની યાદગાર ફિલ્મો અને પાત્રો દ્વારા બનાવી છે. જ્યાં મેલ લીડ રુઢિવાદી પુરુષત્તવની જાળમાં ફસાય જાય છે. તો આયુષ્માન ખુરાનાએ સફળતાપૂર્વક અને નિશ્ચિત રુપથી તમામ પાત્રોને બદલી નાખ્યા છે. જે આ રુઢિવાદી વિચારને પડકાર આપે છે.

દીપિકા પાદુકોણે આગળ કહ્યું કે, ભારતની વસ્તી 1.3 અબજથી વધુ છે. તેમાંથી અમુક ટકા લોકોજ તેમના સપનાઓને જીવંત જોઈ શકે છે. તેમાથી આષુષ્માન ખુરાના એક છે.

આ યાદીમાં આયુષ્માન ખુરાના સહિત પાંચ ભારતીયોના નામ પણ સામેલ છે. જેમાં નરેન્દ્ર મોદી, ગુગલના સીઇઓ સુંદર પિચાઇ ,એચઆઇવી પર રિસર્ચ કરનારા રવિંદર ગુપ્તા, અને શાહીન બાગ ધરણામાં સામેલ બિલ્કિસનું નામ પણ સામેલ છે.

ABOUT THE AUTHOR

...view details