ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'Dream Girl': સીતા, દ્રોપદી, રાધાની ભૂમિકા નિભાવશે આયુષ્માન... - Dream Girl

મુુંબઈ: આયુષ્માન ખુરાના પોતાની આગામી ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’ની શૂટીંગમાં વ્યસ્ત છે. ફિલ્મને લઇને આયુષ્માન દર્શકોના દિલ જીતવા માટે આગામી ફિલ્મ ડ્રીમ ગર્લને લઇને આવી રહ્યો છે.

સીતા, દ્રોપદી, રાધાની ભૂમિકા નિભાવશે આયુષ્માન!

By

Published : May 3, 2019, 11:30 AM IST

જી હાં!.... આયુષ્માન "ડ્રીમ ગર્લ" માં સાડી પહેરેલો નજરે આવશે. હકીકતમાં, એવું દર્શાવવામાં આવ્યું છે કે, આ ફિલ્મમાં તે એક છોકરીનો રોલ કરશે. એક ઇન્ટરવ્યુમાં આયુષ્માને જણાવ્યું હતું કેે, લોકોની મદદના સહારે સાડી પહેરી શકું છું.
આયુષ્માને પોતાના પાત્ર અંગે ખુલાસો કરતા જણાવ્યું કે, " ફિલ્મની કહાણી એક છોકરાની છે, જે હંમેશા સાડી પહેરતો હોય છે. સાડી પહેરવી સહેલી નથી. બહુ મુુશ્કેલી પડે છે તે સમયે 3 લોકો મને સાડી પહેરાવામાં મદદ કરતા હોય છે, પરંતુ મને આનંદ થતો. અમે આ ફિલ્મની મથુરા અને ફરીદાબાદમાં શૂટ કરી છે. આ ફિલ્મમાં બે ભાષામાં ડાયલોગ બોલતો નજરે આવીશ કેમ કે બંને શહેરોની ભાષા અલગ-અલગ છે.”
ડ્રીમ ગર્લ ફિલ્મનું ડાયરેક્શન રાજ શાંડિલ્ય કરે છે. આ તેની ડાયરેકટર તરીકેની ડેબ્યૂ ફિલ્મ છે. ડાયરેક્ટરે જણાવ્યું કે, ફિલ્મમાં આયુષ્માન એ વ્યક્તિના પાત્રમાં નજરે આવશે જે રામાયણની સીતા, મહાભારતની દ્રોપદી અને કૃષ્ણલીલાની રાધા જેવી ફીમેલ પાત્રનો રોલ નિભાવે છે. ઉલ્લેખનીય છે કે, આયુષ્માન ખુરાનાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મનો એક લુકને શેર પણ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details