ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Happy Birthday: બોલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાનાનો આજે જન્મ દિવસ - આઉટ ઓફ ધ બોક્સ

જાણીતા બોલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાના આઉટ ઓફ ધ બોક્સ ફિલ્મો માટે જાણીતા છે. આયુષ્માન ખુરાનાનો આજે જન્મ દિવસ છે,. તેમણે ઘણા વિષયો પર બનેલી ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ તેની શાનદાર અભિનયથી તેણે દરેક ફિલ્મ સાથે પોતાનું નામ કમાવ્યું છે.

Happy Birthday: બોલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાનાનો આજે જન્મ દિવસ
Happy Birthday: બોલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાનાનો આજે જન્મ દિવસ

By

Published : Sep 14, 2021, 11:45 AM IST

Updated : Sep 14, 2021, 11:57 AM IST

  • બોલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાનાનો આજે જન્મ દિવસ
  • અભિનેતા આયુષ્મન આઉટ ઓફ ધ બોક્સ ફિલ્મો માટે જાણીતા
  • ફિલ્મ અંધાધૂન આ ફિલ્મ માટે તેને નેશનલ એવોર્ડ પણ મળ્યો

મુંબઇ: બોલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાના આઉટ ઓફ ધ બોક્સ ફિલ્મો માટે જાણીતા છે. તેમણે આવા ઘણા વિષયો પર બનેલી ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ તેની શાનદાર અભિનયથી તેણે દરેક ફિલ્મ સાથે પોતાનું નામ કમાવ્યું છે. ભલે તે ફિલ્મ 'વિકી ડોનર' હોય કે ડ્રીમ ગર્લની પૂજા, બાલામાં ટાલ, આયુષ્માને સ્પષ્ટ કર્યું કે, તે કોઈ પણ પડકારથી પાછળ હટતા નથી.

Happy Birthday: બોલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાનાનો આજે જન્મ દિવસ

2012 માં ફિલ્મી કારકિર્દીની શરૂઆત

આયુષ્માન ખુરાનાએ વર્ષ 2012 માં એક એવી ફિલ્મથી ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી જેમાં બધા એક્ટરો તે ફિલ્મથી દૂર રહ્યા હતા. "વિકી ડોનર" ફિલ્મમાં તેઓ સ્પર્મ ડોનર બન્યા હતા. આ ફિલ્મ ખૂબ જ સફળ રહી હતી અને લોકોએ તેની એક્ટિંગને માન્યતા આપી હતી.

Happy Birthday: બોલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાનાનો આજે જન્મ દિવસ

આ પણ વાંચો:Happy Birthday: બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવનો આજે જન્મદિવસ

આયુષ્માન ખુરાનાને નેશનલ એવોર્ડ મળ્યો હતો

શભુ મંગલ સાવધાનમાં, આયુષ્માન ખુરાના એક પુરુષની ભૂમિકામાં હતા. જેમને જેન્સ પ્રોબ્લેમ હોઇ છે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી ભૂમિ પેડનેકર મુખ્ય ભૂમિકામાં હતી. ફિલ્મ નિર્દેશક શ્રી રામ રાઘવનની ફિલ્મ અંધાધૂન તેમની મહાન ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મમાં તે પિયાનો પ્લેયર બન્યા છે. જે અંધ હોવાનો નાટક કરે છે. આ ફિલ્મ માટે તેને નેશનલ એવોર્ડ પણ મળ્યો છે.

Happy Birthday: બોલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાનાનો આજે જન્મ દિવસ

આ પણ વાંચો:Happy Birthday: અભિનેતા વિવેક ઓબરોય ઉજવી રહ્યા છે 45મો જન્મદિવસ

કૌશિકની ફિલ્મમાં આયુષ્માન ફરી એકવાર નવી ભૂમિકામાં જોવા મળ્યા

વર્ષ 2019 માં અમર કૌશિકની ફિલ્મમાં આયુષ્માન ફરી એકવાર નવી ભૂમિકામાં દેખાયા હતા. આ ફિલ્મમાં તે ટાલિયા બન્યા, આ ફિલ્મમાં પુરુષોની ટાલ પડવી અને છોકરીઓના કાળા રંગને સમાજની સાંકડી વિચારસરણી પર નિશાન બનાવવામાં આવ્યું હતું. વર્ષ 2019 માં ફિલ્મ 'આર્ટિકલ 15' માં આયુષ્માન ખુરાનાએ પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી હતી. જે સમાજમાં પ્રવર્તતી જાતિ વ્યવસ્થા અને જાતિના નામે ભેદભાવ સામે લડે છે.

Happy Birthday: બોલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાનાનો આજે જન્મ દિવસHappy Birthday: બોલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાનાનો આજે જન્મ દિવસ

સમાજની વિચાર શ્રેણી અંગે ફિલ્મ દ્વારા આપ્યું માર્ગદર્શન

વર્ષ 2020 માં, તેમણે આયુષ્માન ખુરાનાની ફિલ્મ શુભ મંગલ જ્યાદા સાવધાનમાં ગે યુવકની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં, તેમણે સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ગે હોવું એ કુદરતી સમસ્યા છે. સમાજે આ અંગે પોતાની વિચારસરણી બદલવી જોઈએ.

Last Updated : Sep 14, 2021, 11:57 AM IST

ABOUT THE AUTHOR

...view details