Avengers Endgame 26 એપ્રિલના રોજ ભારતમાં રિલીઝ થઇ ચૂકી છે, આ પહેલા પણ દુનિયા ભરમાં આ ફિલ્મે ઘણી હલચલ મચાવી છે. તો આ ફિલ્મની એક દિવસની કમાણી સાંભળીને તમે હેરાન થઇ જશો. આ ફિલ્મની કમાણી સાંભળીને ખબર પડશે કે કેટલી પોપ્યુલર છે આ ફિલ્મ, તો ફિલ્મે એક જ દિવસમાં 1,186 કરોડ રૂપિયાની કમાણી કરી ચૂકી છે. જો કે આ ફિલ્મનો ભારતમાં પણ દર્શકોનો ખાસો મોટો વર્ગ છે, જેને પગલે આ ફિલ્મ ભારતમાં અદ્દભુત કમાણી કરનારી સાબિત થઇ છે. ફિલ્મ Avengers Endgame માટેના તમામ શૉ પહેલાથી જ બુક થઇ ચૂક્યા છે. ફિલ્મની ડિમાંડને પગલે આ ફિલ્મ માટે થિયેટર્સ 24 કલાક સુધી ફિલ્મનું સ્ક્રિનીંગ કરશે. જેથી લાગી રહ્યું છે કે આ ફિલ્મે ભારતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બાહુબલી 2ના પણ રેકોર્ડ તોડી ચૂકી છે.
Marvelની 'Avenger Endgame' આજે રિલીઝ, તમામ ફિલ્મોના તોડ્યા રેકોર્ડ - ફિલ્મ
ન્યઝ ડેસ્ક: Marvelની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ જેની દર્શકો ઉત્સુકતા પુર્વક રાહ જોઇ રહ્યાં હતા તેનો અંત આવી ચૂક્યો છે. આજે Marvelની ફિલ્મ Avengers Endgame રીલિઝ થઇ ગઇ છે. જે અત્યાર સુધીના તમામ ફિલ્મના રેકોર્ડ બ્રેક કરી ચૂકી છે. જે પાછળનું મુખ્યકારણ Avangers સિરીઝની Infinity War છે. Marvelની avengers સિરીઝની Infinity War રિલીઝ થયા બાદ દર્શકોમાં ઉત્સુકતા ઉભી કરી હતી. જેના પગલે તમામ દર્શકોને આ ફિલ્મ જોવા માટે રાહ જોઇ રહ્યા હતા.
ઍવેન્જર્સ ઍન્ડગેમનું પોસ્ટર
એવેન્જર્સ ઍન્ડગેમની ટિકેટના ભાવની વાત કરવામાં આવે તો આ ફિલ્મ માટે દર્શકોએ 800થી 2400 રૂપિયા સુધી ખર્ચ કરી રહ્યાં છે. લોકોનો આ ફિલ્મને લઇને ક્રેઝ જોતા લાગી રહ્યું છે કે, ઍૅવેન્જર્સ ઍન્ડગેમ ભારતમાં 45 થી 50 કરોડની કમાણી માત્ર એક જ દિવસમાં કરી શકે તેમ છે. એક રિપોર્ટમાં પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતમાં રિલીઝ કોઇ પણ ફિલ્મની ટિકેટ આટલી મોંઘી નથી વહેંચાઇ.