11મીએ અમદાવાદમાં બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો, "ગૌરવવંતા ગુજરાતી" એવોર્ડમાં આપશે હાજરી - Ahmedabad
અમદાવાદ: 11મી જાન્યુઆરીના રોજ અમદાવાદમાં 13મો "ગૌરવવંતા ગુજરાતી" એવોર્ડ સમારંભ યોજાશે. આ એવોર્ડ સમારંભમાં બોલિવૂડ સ્ટાર વરુણ ધવન, શ્રદ્ધા કપૂર, નોરા ફતેહઅલી, હિમેશ રેશમિયા સહિતના અનેક કલાકારો ઉપસ્થિત રહેશે અને પર્ફોમન્સ આપશે.
વરુણ ધવન, નોરા ફતેહઅલી અને શ્રદ્ધા કપૂર સહિતના બોલિવૂડ સ્ટાર્સ 11મી જાન્યુઆરીના રોજ અમદાવાદના મહેમાન બનશે અને "ગૌરવવંતા ગુજરાતી" એવોર્ડમાં હાજરી આપશે. બોલિવૂડ હબ દ્વારા આયોજિત 13મા ગૌરવવંતા ગુજરાતી એવોર્ડની ખાસિયત એ છે કે, તેમાં નામની પસંદગી માટે કોઈ જજ હોતાં નથી, પણ બોલીવુડ હબના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ આ નામ નક્કી કરે છે. અને ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ તમામ ફિલ્ડના નામાંકિત વ્યક્તિઓને આપવામાં આવે છે. બોલિવૂડમાં જે ગુજરાતીઓ છવાયેલાં છે, તેમને ગુજરાતમાં લાવવાનો આ એક પ્રયાસ છે.