મુંબઈ: બિગબોસ સીઝન-13માં જાણીતા બનેલા કપલ હિમાંશી ખુરના અને આસીમ રિયાઝની જોડીનું નવું સોંગ ‘ખ્યાલ રખિયા કર’ રિલીઝ થયું છે. સોંગમાં બંને સ્તરની રોમેન્ટિક કેમેસ્ટ્રી જોવા મળે છે.
આ પંજાબી સોંગને સિંગર પ્રીતિન્દરએ ગાયું છે અને સોંગનું મ્યૂઝિક રજત નાગપાલે આપ્યું છે. તેમજ સોંગના શબ્દો બબ્બુએ લખ્યા છે.
સોંગમાં આસીમ અને હિમાંશી પંજાબના એક ગામમાં કપલની જેમ બતાવવામાં આવ્યા છે. આ જોડીનું સોંગ ફેંસને ઘણું પસંદ આવી રહ્યું છે અને આ સોંગ ટ્વિટર પર પણ ટ્રેન્ડ થઈ રહ્યું છે.
થોડા દિવસો પહેલા આસીમે ઇન્સ્ટાગ્રામ પર ફેન્સને સોંગ વિશે જણાવ્યું હતું અને એક ફોટો શેર કરી લખ્યું કે, 'કુછ જલ્દ આને વાલા હૈ.'
આ જોડીનું આવનારું સોંગ બીજું છે. તે પહેલાં બંનેએ સોંગ 'કલ્લા સોહના ની' માં સાથે જોવા મળ્યાં હતાં. નેહા કક્કડના અવાજના આ સોંગમાં પણ બંનેની કેમેસ્ટ્રી ફેન્સને ખૂબ પસંદ આવી હતી.