મુંબઈઃ ઑસ્કર નામાંકિત અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા અશ્વિન કુમારે 2004માં તેમની 48 મિનિટની શોર્ટ ફિલ્મ 'રોડ ટૂ લદાખ'માં અભિનેતા ઇરફાન ખાન સાથે કામ કર્યું છે. અશ્વિન કહે છે કે, આ અનુભવથી તેમનો વ્યવસાય અને ફિલ્મ નિર્માણ પ્રત્યેનો તેમનો અભિગમ બદલાઈ ગયો.
હાથમાં ઈજા હોવા છતાં ઈરફાન ખાને શૂટિંગ કર્યું હતુંઃ અશ્વિન કુમાર - Ashvin Kumar Irrfan khan
શોર્ટ ફિલ્મ 'રોડ ટૂ લદાખ'માં સ્વર્ગસ્થ ઇરફાન ખાન સાથે કામ કરનાર ફિલ્મ નિર્માતા અશ્વિન કુમાર કહે છે કે, તેમણે આ શોર્ટ ફિલ્મ અભિનેતાને ધ્યાનમાં રાખીને લખી હતી. પરંતુ જ્યારે શૂટિંગ માટે કોઈ બજેટ ન હતું ત્યારે ઇરફાને પૈસા વગર ફિલ્મ શૂટ કરી હતી.
અશ્વિને જણાવ્યું હતું કે, 'મેં ઇરફાન ભાઈને ધ્યાનમાં રાખીને' રોડ ટૂ લદાખ' લખી હતી. મારે તેમના સાથની જરૂર હતી અને તેઓએ સ્વૈચ્છિક રીતે કર્યું. મને યાદ છે જ્યારે અમે લદાખ જવા રવાના થયાં તે પહેલાં દિલ્હીમાં ઈરફાન ભાઈને અકસ્માત નડ્યો હતો. તેમના કાંડામાં ઇજા પહોંચી હતી.આ કિસ્સામાં, પીછેહઠ કરવા માટે તેની પાસે ઘણા કારણો હતા. કારણ કે હું તેમને આ કામ માટે પૈસા આપવાનો ન હતો, પરંતુ તેમણે કહ્યું, 'મેં તમને વચન આપ્યું છે, હું મારું વચન પાળીશ.' હું તેમને જેટલો વધુ ઓળખતો ગયો, તેમના પ્રતિ મારો આદર વધતો ગયો.'