મુંબઈઃ કોરોના વાઇરસ જેવી મહામારીથી બચવા માટે દેશ તમામ સંભવિત પ્રયાસ કરી રહ્યો છે. સમગ્ર દેશ 14 એપ્રિલ સુધી લોકડાઉન કરવામાં આવ્યો છે. એવામાં ઘણા બધા લોકોને વ્યવસ્થિત 2 ટાઈમનું ભોજન પણ મળતું નથી. ગરીબોની સ્થિતિ ખૂબ ખરાબ છે અને રોજગીરી છુટી જવાથી તેમને જીવન વિતાવવું મુશ્કેલ બન્યું છે. એવામાં સેલિબ્રિટિઝ પણ જરૂરિયાતમંદોને મદદ કરવા માટે આગળ આવ્યા છે. સ્વર કોકિલા લતા મંગેશકર બાદ તેમની નાની બહેન અને દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેએ પણ મદદ કરવાની અપીલ કરી છે.
આશા ભોંસલેએ ANI સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, તમામ લોકોએ 100 રૂપિયાની મદદ કરવી જોઈએ અને PM કેયર્સ ફંડમાં નાખ્યા જોઈએ.