- આર્યન ખાન 7 ઓક્ટોબર સુધી NCBની કસ્ટડીમાં
- આર્યન ખાને ઘરના ભોજન માટે કહી 'ના'
- શાહરુખ ખાન સાથે ફોન પર થઈ 2 મિનિટ વાત
મુંબઈ: લગભગ 72 કલાક અથવા સરળ શબ્દોમાં કહીએ તો શનિવાર મોડી રાતથી શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન એનસીબી કસ્ટડી (NCB Custody)માં છે. હવે ફરીવાર 3 દિવસની પોલીસ કસ્ટડી રિમાન્ડ મળી ગયા બાદ આર્યન સાથે NCBના અધિકારી પૂછપરછ (NCB officials interrogating Aryan) કરી રહ્યા છે. કોર્ટનો આ નિર્ણય આર્યન માટે મુશ્કેલીભર્યો છે.
NCBની તપાસમાં સહયોગ કરી રહ્યો છે આર્યન
આર્યન કસ્ટડીથી ચિંતિત જરૂર છે, પરંતુ આ દરમિયાન તેમણે NCBની તપાસમાં સહયોગ આપ્યો છે. તે NCBના પ્રશ્નોના જવાબ આપી રહ્યો છે. આ દરમિયાન આર્યન અને અરબાઝ મર્ચન્ટને સામસામે પણ લાવવામાં આવ્યા. આર્યન ખાનને બલાર્ડ એસ્ટેટમાં NCB ઑફિસના બીજા માળે રાખવામાં આવ્યો છે.
શાહરુખ ખાન સાથે 2 મિનિટ ફોન પર થઈ વાત
NCB સૂત્રો પ્રમાણે આર્યન ખાનને NCBના મેસનું બનેલું ભોજન જમવા માટે આપવામાં આવ્યું. આ કસ્ટડી દરમિયાન આર્યનને ઘરેથી મોકલવામાં આવેલા કપડા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. નિયમ પ્રમાણે ઘરેથી ભોજન ઉપલબ્ધ કરાવવા માટે કોર્ટની પરવાનગીની જરૂરિયાત હોય છે, જે હાલ આર્યન ખાન તરફથી નથી લેવામાં આવી. આર્યનની ધરપકડ બાદ સોમવારના શાહરુખ ખાન સાથે તેની લેન્ડલાઇન ફોનથી 2 મિનિટ વાત કરાવવામાં આવી હતી.