મુંબઇ: ગાયક અરમાન મલિકે અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના માનમાં પોતાનું નવું ગીત રિલીઝ કરવાનું મુલતવી રાખ્યું છે. તેમણે રવિવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, મને હમણાં જ સમાચાર મળ્યા કે, 'દિલ બેચારા'નું ટ્રેલર પણ 6 જુલાઇએ રિલીઝ થઇ રહ્યું છે. તેમજ સુશાંતને દિલથી સન્માન આપવા માટે અમારી આખી ટીમે મળીને અમારું આગામી સોલો ગીત 'જરા ઠહરો'ની રિલીઝને 8 જૂલાઇ સુધી મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. "તમારા ધૈર્ય બદલ આભાર."
અરમાન મલિકે સુશાંતના માનમાં પોતાનું નવું ગીત રિલીઝ કરવાનું મુલતવી રાખ્યું - અરમાન મલિકનું નવું ગીત
ગાયક અરમાન મલિકનું નવું ગીત હવે 6 જુલાઇએ નહીં, પરંતુ 8 જૂલાઇએ રિલીઝ થશે. અરમાને પોતાના નવા ગીતની રિલીઝને સ્વર્ગસ્થ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના માનમાં મુલતવી રાખ્યું છે. સુશાંતની ફિલ્મ 'દિલ બેચારા'નું ટ્રેલર 6 જુલાઈએ રિલીઝ થઈ રહ્યું છે.
સુશાંત
અરમાને લખ્યું કે, "સુશાંતને ઓન અને ઓફ સ્ક્રિન જોઇને મારા ચહેરા પર હમેંશા સ્મિત રહેતું હતું. તેમનું અચાનક ચાલ્યા જવું એક વ્યકિતગત ક્ષતિ છે. કાલે આપણે 'દિલ બેચારા'નું ટ્રેલર જોશું, તો ચાલો આપણે તેમની પ્રતિભા, તેનો ઉત્સાહ અને સૌથી મહત્વપૂર્ણ તેને યાદ કરીએ.
'દિલ બેચરા' સુશાંતની છેલ્લી ફિલ્મ છે. આ ફિલ્મ વર્ષ 2014માં આવેલી હોલીવૂડની રોમાંટિક ડ્રામા 'ધ ફોલ્ટ ઇન અવર સ્ટાર્સ'ની ઓફિશિયલ રિમેક છે, જે આ જ નામ દ્વારા લખેલી જહોન ગ્રીનની પ્રખ્યાત નવલકથા પર આધારિત છે.