મુંબઇ: દેશમાં કડક લોકડાઉન થવાને કારણે સોમવાર સુધીમાં ભારતભરની તમામ દારૂની દુકાનો બંધ રહી હતી. જેમાંથી કેન્દ્ર સરકારના નિર્ણય બાદ કેટલાક રાજ્યોમાં ફરીથી દુકાનો ખોલવામાં આવી હતી, ત્યારબાદથી મુંબઇમાં દારૂની દુકાનની બહાર ઉભેલા લોકોના વીડિયો અને ફોટો વાઇરલ થઈ રહ્યો છે. જેમાં તે જોવા મળે છે કે કેવી રીતે લોકો દારૂ ખરીદવા કલાકો સુધી લાઇનમાં ઉભા રહે છે. બોલિવૂડ અભિનેતા અર્જુન રામપાલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતા ચિંતા વ્યક્ત કરી હતી.
અર્જુન રામપાલે સરકારને કરી વિનંતી, જાણો શું કહ્યું? - अर्जुन रामपाल शराब की दुकानें गलत फैसला
4 મે થી શરૂ થયેલા લોકડાઉન-3.0માં કેટલાક પ્રતિબંધો સાથે કેન્દ્ર સરકારે દારૂની દુકાનો ખોલવાની મંજૂરી આપી છે, ત્યારબાદ અનેક સ્થળો પર દારૂ લેવા માટે લોકોની ભીડ એકત્રીત થતી જોવા મળી રહી છે. જેના પગલે ચિંતા વ્યક્ત કરતા બોલિવૂડ એક્ટર અર્જુન રામપાલે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો.
![અર્જુન રામપાલે સરકારને કરી વિનંતી, જાણો શું કહ્યું? અર્જુન રામપાલે સરકારેને કરી આ વિનંતી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7075128-4-7075128-1588689366066.jpg)
અર્જુન રામપાલે સરકારેને કરી આ વિનંતી
અર્જુન રામપાલે શેર કરેલા વીડિયોમાં લોકોની મોટી ભીડ દારૂની દુકાનની બહાર જોવા મળી રહી છે, ત્યાં હાજર પોલીસ કર્મચારીઓ તેમને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરતા જોવા મળી રહ્યાં છે, પરંતુ લોકોએ સોશિયલ ડિસ્ટન્સીંગને લોકોએ અવગણ્યુ હતું. આ તકે વધુમાં એક્ટરે કહ્યું કે, સરકારને વિનંતી કરૂ છુ કે દુકાન પ્રતિબંધ લાદી દે.
TAGGED:
Arjun Rampal liquor shops video