જોકે, હજુ સુધી આ લગ્નની માહિતીની પુષ્ટિ બંનેની તરફથી કરવામાં આવી નથી. પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે અર્જુન અને મલાઈકા પોતાના સંબંધને નામ આપવા લગ્ન કરવા જઈ રહ્યાં છે. બંને ક્રિશ્ચિયન રીતિ-રિવાજથી લગ્ન કરશે. મલાઈકા અને અર્જુન તરફથી ઓછામાં ઓછા લોકોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ લગ્નમાં તેમના નજીકના મિત્રો અને પરિવાર જ સામેલ થશે. એવી પણ માહિતી છે કે, લગ્નમાં સામેલ થવા માટે કરીના કપૂર અને કરિશ્મા કપૂર, સહિત રણવીર સિંહ-દીપિકા પાદુકોણને પણ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
અર્જુન-મલાઈકા લગ્નના બંધનમાં જોડાશે, ક્રિશ્ચિયન રીત-રિવાજથી થશે લગ્ન - Christian
ન્યૂઝ ડેસ્ક: મલાઈકા અરોરા અને અર્જુન કપુર લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી હવે લગ્નના બંધનમાં જોડાવા જઈ રહ્યાં છે. સૂત્રોનું માનીએ તો, 19 એપ્રિલના દિવસે બંને ક્રિશ્ચિયન રીતિ-રિવાજથી લગ્ન કરશે. બોલીવુડ કપલ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર પોતાના સંબંધને એક કદમ આગળ વધારવા જઇ રહ્યા છે. જોકે, વર્ષની શરૂઆતથી જ માહિતી મળી રહી હતી કે આ વર્ષે એપ્રિલમાં બંને એકબીજા સાથે લગ્ન કરશે.
આપને જણાવી દઈએ કે, મલાઈકાના આ બીજા લગ્ન છે. જ્યારે અર્જુન કપુરની આ પ્રથમ લગ્ન હશે. બંનેની ઉમરમાં લગભગ 12 વર્ષનું અંતર છે. 45 વર્ષની મલાઈકાએ થોડા મહીના પહેલા એક ઈન્ટરવ્યૂમાં અર્જુનની સાથેના રિલેશનશિપની વાત કરી હતી. તેણે જણાવ્યું કે, "હું ક્યારેય પણ અંગત પ્રશ્નોના જવાબ આપતી નથી. તેનો મતલબ એ નથી કે મને અંગત જીવન પર વાત કરવામાં શરમ આવે છે. પરંતુ પોતાના અંગત જીવન પર વાત કરવામાં હું અનુકૂળ નથી. મારા જીવનમાં શું થઈ રહ્યું છે અને શું નથી થતું એ અંગે બધાને ખબર છે. મને પોતાના આ અંગે કઈ જણાવાની જરૂર નથી. હું મારા જીવનને માણી રહી છું."
નોંધનીય છે કે, વર્ષ 1998માં મલાઈકાએ સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. જોકે વર્ષ 2017માં આ મલાઈકા અને અરબાઝે પોતાના લગ્નજીવનનો અંત કર્યો હતો. બંનેનો એક 16 વર્ષનો પુત્ર પણ છે. મલાઈકાથી અલગ થયા બાદ અરબાઝ જોર્જિયા એડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે.