ગુજરાત

gujarat

ETV Bharat / sitara

મધર્સ ડે પર અર્જુન કપૂર થયા ભાવુક, વીડિયો શેર કરી કહ્યું કે... - અર્જુન કપુર વિશ મધર્સ ડે

ગત રોજ એટલે કે રવિવારે મધર્સ ડે પર સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોએ પોતાની માતા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. બૉલીવૂડ અભિનેતા અર્જુન કપૂરે પણ સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કરી મધર્સ ડેની શુભકામનાઓ પાઠવી હતી.

Etv Bharat
Arjun kapoor

By

Published : May 11, 2020, 7:07 PM IST

મુંબઈઃ રવિવારે મધર્સ ડે પર બધાએ ખાસ વિશેષ અંંદાજમાં પોતાની મમ્મીનો આભાર વ્યકત કરી મધર્સ ડેની ઉજવણી કરી હતી.

બૉલીવૂડ અભિનેતા અર્જુન કપૂરે મધર્સ ડે પર સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે ખુબ જ ભાવુક જોવા મળ્યાં હતા. વીડિયોમાં અર્જુન કપૂર તેના ફેન્સને વિંનતી કરે છે કે પોતાના મા-બાપનું સન્માન કરો. આ સાથે જ તેમણે કહ્યું કે જ્યારે પણ મોકો મળે ત્યારે તમારા પેરેન્ટ્સને કહો કે તમે તેમને કેટલો પ્રેમ કરો છે.

અર્જુન કપૂરે કહ્યું કે,' હું બધાને કહેવા માગુ છું કે તમારી માતા કે પેરેન્ટ્સનો ફોન ઉપાડો, જ્યારે પણ તે તમારી સાથે વાતત કરવા માગતો હેય ત્યારે તેમની સાથે વાત કરો. તેમને પ્રેમથી ભેટ્યા કરો.'

મધર્સ ડે પર વીડિયો શેર કરતાં અર્જુને લખ્યું છે કે,' થોડો ઈમોશનલ ટાઈપનો રવિવાર રહ્યો, જો કે હું તેને હેન્ડલ કરી શકુંં છુ. પરંતુ આ લોકડાઉન અને મર્ધસ ડે કરતાં પણ વધારે થઈ ગયું. બધાને હેપી મધર્સ ડે. મિસ યુ માં.. હેપી મધર્સ ડેે... હું તમને રોજ યાદ કરુx છુ.'

આપને જણાવી દઈએ કે, અર્જુન કપૂરની માતા હાલ આ દુનિયામાં નથી. પંરતુ તે હંમેશા તેમની માતાને યાદ કરતાં રહેતા હોય છે. આવી ભાવનાત્મક લાગણીઓ વ્યકત કરવા માટે તે સોશિયલ મીડિયાની મદદ લે છે.

ABOUT THE AUTHOR

...view details