મુંબઇ: કોરોના વાઇરસને કારણે લોકડાઉનમાં તમામ તેમની સલામતી માટે તેમના ઘરોમાં બંધ છે. આ દિવસોમાં હંમેશા વ્યસ્ત રહેલી બોલિવૂડ હસ્તીઓ પણ ઘરે સમય પસાર કરી રહ્યાં છે. તે જ સમયે લગભગ તમામ હસ્તીઓ તેમના ચાહકો સાથે સોશિયલ મીડિયા અને લાઇવ ઇન્ટરવ્યૂ દ્વારા જોડાયેલા છે.
તાજેતરમાં અભિનેતા અર્જુન કપૂરે વર્ચુઅલ ઇન્ટરવ્યૂમાં વર્તમાન સંજોગો અને તેમના અંગત અને વ્યાવસાયિક જીવનથી જોડાયેલી વાતો પણ શેર કરી છે, ત્યારે આ ઇન્ટરવ્યૂ દરમિયાન એક સવાલ પર અર્જુન કપૂરે કોફી વિથ કરણમાં આલિયા ભટ્ટને પૂછવામાં આવેલા તે સવાલનો ઉલ્લેખ કર્યો હતો. જેના કારણે તે ટ્રોલ્સના નિશાના પર આવી ચુક્યો છે.
અર્જુન કપૂરે આ ઇન્ટરવ્યૂમાં સવાલ કર્યો છે કે, લોકો ઇન્ટેલીજેન્સીના મામલે કલાકારો પાસેથી ઓછી અપેક્ષા હોય છે? આનું કારણ આલિયાનો એક જવાબ છે. ખરેખર અર્જુને તાજેતરમાં વર્ચ્યુઅલ ઇન્ટરવ્યૂના ક્વિઝ વીડિયોમાં ભાગ લીધો હતો, જે દરમિયાન તેમને ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યાં હતાં. જેમાથી એક સવાલ એ હતો કે અર્જુન કપૂર જ્યાં રહે છે તે વિસ્તારનો પિન કોડ શું છે?
આ સવાલ પર અર્જુન કપૂરે એક સાચો જવાબ આપ્યો, પરંતુ આ સવાલ અંગે નિરાશા વ્યક્ત કરતાં અર્જુને કહ્યું કે, આનાથી ખબર પડે છે કે ઇન્ટેલેજન્સી અને નોલેજની દ્રષ્ટિએ કલાકારો માટે કેટલું નીચું સ્તર રાખવામાં આવ્યું છે. તેણે ખૂબ જ સરળ રીતે સવાલ કર્યો, 'મને આ કેમ ખબર નહી હોય? આ અભિનેતાઓ માટે સેટ કરવામાં આવેલુ નીચું બેંચમાર્ક છે.
તેમણે કહ્યું કે, 'કોફી વિથ કરણ પર કરવામાં આવેલા આલિયાના એક સવાલથી આખું ફિલ્મ જગતનો આઈક્યૂ બરબાદ થઈ ગયો છે.'