ગુજરાત

gujarat

ETV Bharat / sitara

BIRTHDAY: અર્જુન કપુરનો આજે 34મો જન્મદિવસ, ઈન્સ્ટ્રાગ્રામ પર 1 કરોડ ફોલોઅર્સ - gujaratinews

મુંબઈ : બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂરનો આજે 34મો જન્મ દિવસ છે. અર્જુન કપુરનો જન્મ 26 જૂન, 1985માં મુંબઈ થયો હતો. બોલિવૂડ અભિનેતા અર્જુન કપુરે ઈન્સ્ટાગ્રામ પર 1 કરોડ ફૈન ફોલોઅર્સ બનાવ્યા છે. અર્જુન કપુર અને મલાઈકા અરોરાની હાલમાં ખૂબ ચર્ચાઓ ચલી રહી છે.

અર્જુન કપૂર

By

Published : Jun 26, 2019, 12:38 PM IST

અર્જુન કપુર સતત ફિલ્મ કરી રહ્યો છે. તેમની ફિલ્મ બોક્સ પર ભલે વધુ સમય ટકી રહેતી નથી. પરંતુ દર્શકો તેમના અભિનય અને અભિનેત્રી સાથે તેમની કેમિસ્ટ્રીને ખુબ પસંદ કરે છે. અર્જુન કપુરનું નિકનેમ ફુબુ છે. તેમના ફેન્સ તેમને ફુબુ કહી બોલાવે છે.અર્જુનના જીવન સાથે જોડાયેલા કિસ્સા જોઈએ.

બોલિવુડ અભિનેતાનો 26 જૂનના રોજ 34મો જન્મદિવસ છે. સોશ્યિલ મીડિયા પ્લેટફોમ પર સક્રિય છે. તેમના જીવનની કેટલીક ઘટનાને અપડેટ કરવા માટે એકાઉન્ટનો ઉપયોગ કરે છે.અર્જુન કપુરે એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમના ફોટાનું કોલાર્જ બનાવ્યું છે. તેમણે કેપ્શનમાં કહ્યુ કે, "10 મિલિયન 1 કરોડ આપ સૌનો ધન્યવાદ".

અર્જુન કપૂર

તેમના માત-પિતા અલગ થતાં અર્જુન કપુર ડિપરેશનનો શિકાર બન્યો હતો. બોની કપુર અને મોના 13 વર્ષ લગ્ન સંબધમાં રહ્યા બાદ બોની કપુરે તેમનાથી 7 વર્ષ નાની શ્રીદેવી સાથે લગ્ન કર્યા હતા. જેને લઈ અર્જુન તેમની માતા અને બહેન અંશુલાને ખુબ સંધર્ષનો સામનો કર્યો હતો.અર્જુન કપુરને સીલિંગ ફેનનો ફોબિયા છે. જેના કારણે તેમના ધરમાં એક પણ સીલિંગ ફેન નથી. બોલીવુડ અભિનેતા અર્જુન કપૂર અને અભિનેત્રી મલાઈકા અરોરાના લગ્નને લઈને તે ઘણા સમયથી ચર્ચાનો વિષય બની રહ્યાં છે

અર્જુન કપૂર

ફિલ્મની વાત કરવામાં આવે તો અર્જુન કપુરે 2012માં ઈશ્કઝાદે ફિલ્મથી કેરિયરની શરુઆત કરી હતી. આ ફિલ્મમાં અભિનેત્રી પરિણીતિ ચોપડા જોવા મળી હતી. 2 સ્ટેટ્સ, ગુંડે અને જેવી ફિલ્મોનો સારો અવો રિસપોન્સ મળ્યો હતો. ટુંક સમયમાં અર્જુન કપુર આશુતોષ ગોવારીકરની ફિલ્મ પાનીપતમાં જોવા મળશે. જે એક પીરિયડ ડ્રામા છે. 6 ડિસેમ્બરના રોજ રીલિઝ થનારી આ ફિલ્મ સંજય દત્ત અને કૃતિ સેન પણ છે.

ABOUT THE AUTHOR

...view details