મુંબઈ: નિર્માતા બોની કપૂરના ઘરમાં કામ કરતો કર્મચારી કોરોનાગ્રસ્ત થયો છે. તે જ બિલ્ડિંંગમાં ટીવી અભિનેતા અર્જુન બિજલાની પણ રહે છે, તેથી તે હવે ડરી ગયા છે અને વધારે સાવધાન રહેવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
ટીવી સ્ટાર અર્જૂન બિજલાનીની બિલ્ડિંગમાં એક વ્યક્તિ કોરોનાગ્રસ્ત, અભિનેતા બન્યા વધુ સતર્ક - coronavirus news
નિર્માતા બોની કપૂરના ઘરમાં કામ કરતો કર્મચારી કોરોનાગ્રસ્ત થયો છે. તે જ બિલ્ડિંંગમાં ટીવી અભિનેતા અર્જુન બિજલાની પણ રહે છે, તેથી તે હવે ડરી ગયા છે અને વધારે સાવધાન રહેવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
અભિનેતા શહેરની ગ્રીન એકર્સ બિલ્ડિંગમાં પત્ની અને પુત્ર સાથે ક્વોરનટાઈનમાં રહે છે. તેમણે કહ્યું કે, 'પહેલા માળના રહેવાસીના ઘરેલુ કામદારોને કોરોનાનો ચેપ લાગ્યો છે. તે ડોકટરોનો પરિવાર છે. હું છઠ્ઠા માળે અને સંપૂર્ણપણે ક્વોરનટાઈનમાં છું. મને લાગે છે કે તેઓ બિલ્ડિંગ અથવા કોઈ ફ્લોર સીલ કરશે. પહેલા આગળની બિલ્ડિંગમાં કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, પણ હવે તે અમારી બિલ્ડિંગમાં આવ્યો છે. આપણે વધારે સાવચેત રહેવાની જરૂર છે.
પાલતું પ્રાણીઓ સાથે ક્વોરનટાઈનમાં રહેવું અર્જુનને મુશ્કેલ લાગી રહ્યું છે. તેમણે કહ્યું કે અમારી સાથે અમારો કુુતરો પણ છે, અને તેને વોક પર લઈ જવાની જરુર પડતી હોય છે, જે હવે મુશ્કેલ છે.