- બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડન ડિજિટલ ડેબ્યુ માટે તૈયાર
- ડિજિટલ ફિલ્મ 'આરણ્યક'નું ટીઝર ચાહકો સાથે શેર કર્યું
- સિરીઝનું ટીઝર હિમાલયના જંગલોથી શરૂ થાય છે.
મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડન (Raveena Tandon Digital Debut) ડિજિટલ ડેબ્યુ માટે તૈયાર છે. થોડા સમય પહેલા તેણે પોતાની ડિજિટલ ફિલ્મ 'આરણ્યક'નું ટીઝર ચાહકો સાથે શેર કર્યું હતું. આરણ્યક, એક વાતાવરણીય સિરીઝ હિમાલયમાં એક પ્રાચીન પૌરાણિક કથાને પ્રગટ કરે છે. સિરીઝનું ટીઝર હિમાલયના જંગલોથી શરૂ થાય છે. રવિના ટંડન આ જંગલોમાં ચાલતી જોવા મળે છે. તે પોલીસ અધિકારી છે. જંગલમાં અંધકાર દેખાય છે. તે કોઈને શોધી રહી છે, ત્યારે આશુતોષ રાણા બંદૂક પકડીને ઉભા જોવા મળે છે.
આ પણ વાંચો:વેબ સિરીઝ તાંડવ વિરુદ્ધ વડોદરામાં ફરિયાદ, હિન્દુઓની લાગણી દુભાવવાના કર્યા આક્ષેપ
ટીઝર (આરણ્યક) ને શેર કરતા રવિના ટંડન લખ્યું...
આ ટીઝર (આરણ્યક) ને શેર કરતા રવિના ટંડન લખ્યું, 'હું ફરી આંખીયોશે ગોલીમારે પરત આવી રહી છું, પણ આ વખતે રહસ્યમય રોમાંચક ફિલ્મ, આરણ્યક સાથે.' આ વેબ સિરીઝ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. શનિવારે સાંજે નેટફ્લિક્સની વૈશ્વિક ઘટના 'ટુડુમ' પર ટીઝરનું પ્રીમિયર થશે આ સિરીજમાં પરમબ્રત ચેટર્જી પણ છે. આ સિરીઝનું નિર્માણ રોય કપૂર ફિલ્મ્સ અને રમેશ સિપ્પી એન્ટરટેઇનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. તેનું નિર્દેશન વિનયન વૈકુલે કર્યું છે.
આ પણ વાંચો:હિંમતનગરથી પ્રસિદ્ધ થયેલી વેબ સિરીઝને દેશમાં મળ્યું સ્થાન
સિરીઝના રિવીના ટંડને પોતાના પાત્ર વિશે કરી વાત
રવિના રોજ ટંડને શો માં તેના પાત્ર કસ્તુરી વિશે વાત કરતા કહ્યું હતું કે, તેની પાસે અકલ્પનીય તાકાત છે. એવું નથી કે તે પોતાની જાતને પુરુષ સમોવળી બનાવવાની પ્રયત્ન કરે છે. પરંતુ જે રીતે તે પોતાને અન્ય કોઈ કરતાં વધુ સારી સાબિત કરે છે તે જ તેને શો અને પાત્ર તરફ આકર્ષિત કરે છે.