મુંબઇ: દિવંગત બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનને એક મહિનાથી પણ વધુ સમય વિતી ગયો છે તેમ છતાં આ માનવું હજુ પણ મુશ્કેલ છે કે તે આપણી વચ્ચે નથી. તેની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા' 24 જુલાઇએ રીલિઝ થનાર છે ત્યારે તેના બે દિવસ પહેલા એટલે કે 22 જુલાઇએ એક વર્ચ્યુઅલ કોન્સર્ટ નું આયોજન થઇ રહ્યું છે. જેમાં એ આર રહેમાન ઉપરાંત અનેક ગાયકો ભાગ લેશે.
સુશાંતને શ્રદ્ધાંજલિ આપવા સંગીતકાર એ આર રહેમાન વર્ચ્યુઅલ કોન્સર્ટ કરશે - સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા
મ્યુઝિક લિજન્ડ એ આર રહેમાન સહિત અનેક દિગ્ગજો એક વર્ચ્યુઅલ કોન્સર્ટ દ્વારા સુશાંત સિંહ રાજપૂતને સંગીતમય શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. જે 22 જુલાઇના રોજ બપોરે 12 વાગે OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર પ્રસારિત થશે.
સુશાંતને શ્રદ્ધાંજલિ આપવા સંગીતકાર એ આર રહેમાન વર્ચ્યુઅલ કોન્સર્ટ કરશે
ડિઝની પ્લસ હોટ સ્ટાર અને સોની મ્યુઝિક દ્વારા આયોજિત થનારા આ વર્ચ્યુઅલ કોન્સર્ટ માં શ્રેયા ઘોષાલ, સુનિધિ ચૌહાણ, અરિજીત સિંહ, મોહિત ચૌહાણ, સાશા તિરુપતિ, જોનીતા ગાંધી, હૃદય ગટ્ટાની જેવા ગાયકો પોતાના સૂરો રેલાવી સુશાંતને સંગીતમય શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.
હાલમાં જ પ્રખ્યાત બોલિવૂડ ગાયિકા નેહા કક્કડે પણ સુશાંત ની ફિલ્મ 'કેદારનાથ ' ના ગીત 'જાંનિસાર ' ને પોતાના અવાજમાં ગાઈને તેને શ્રદ્ધાંજલિ આપી હતી.