મુંબઇઃ ઑસ્કર વિજેતા સંગીત ડિરેક્ટર એઆર રહમાને દાવો કર્યો છે કે, બૉલિવૂડમાં એક એવી ગેંગ છે જેને કારણે તેમને કામ મળવામાં મુશ્કેલી થાય છે. રહમાનની આ ટિપ્પણી એવા સમયે સામે આવી જ્યારે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ગત્ત મહીને આત્મહત્યા કર્યા બાદ બૉલિવૂડમાં 'ઇનસાઇડર અને આઉટસાઇડર' ને લઇને એક મોટી જંગ ચાલી રહી છે.
રહમાને સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા' માટે સંગીત આપ્યું છે. આ ફિલ્મ શુક્રવારે ડિઝ્ની હૉટસ્ટાર પર પ્રસારિત થઇ હતી. આ ફિલ્મનું નિર્દેશન મુકેશ છાબરાએ કર્યું છે.
સંગીતકારને જ્યારે હિન્દી ફિલ્મોમાં તેમના કામ કરવા પાછળનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેના પર રહમાને કહ્યું કે, અમુક લોકો તેના વિશે ફિલ્મ જગતમાં અફવાઓ ફેલાવી રહ્યા છે, જેથી તેની અને ફિલ્મ નિર્માતાઓ વચ્ચે ગેરસમજ ઉદ્ભવે છે.
તેમણે કહ્યું કે, હું સારી ફિલ્મોને ક્યારે ના કહેતો નથી, પરંતુ મારું માનવું છે કે, એક ગેંગ છે, જે અમુક અફવાઓ ફેલાવી રહી છે અને ગેરસમજણ ઉત્પન કરી રહી છે. જે માટે જ્યારે મુકેશ છાબરા મારી પાસે આવ્યા તો મેં તેમને બે દિવસમાં ચાર ગીત આપ્યા હતા. તેમણે મને કહ્યું- સર, કેટલાય લોકોએ કહ્યું કે, તમે તેની પાસે ન જાઓ. તેમણે મને અનેક કિસ્સાઓ સંભળાવ્યા હતા.
સંગીત નિર્દેશે કહ્યું કે, 'મેં સાભળ્યું અને કહ્યું સારું છે. હવે હું સમજ્યો કે, મને કામ ઓછું શા માટે મળી રહ્યું છે અને મારી પાસે સારી ફિલ્મો શા માટે આવી રહી નથી.'
તેમણે વધુમાં કહ્યું કે, તે લોકો અપેક્ષાઓથી જાગૃત છે, પરંતુ ગેંગ રસ્તામાં આવી રહી છે. રહમાને કહ્યું કે, લોકો મને કામ કરતા જોવા ઇચ્છે છે, પરંતુ લોકોની એક એવી પણ ગેંગ છે, જે આમ થવા દેતી નથી. મારો વિશ્વાસ નસીબમાં છે. હું માનું છું કે, બધું જ ઉપરવાળા દ્વારા થાય છે. એ માટે પોતાની ફિલ્મો અને બીજા કામ કરી રહ્યો છું, પરંતુ તમે બધા મારી પાસે આવી શકો છો, તમે સારી ફિલ્મો બનાવી રહ્યા છો અને હું તમારું સ્વાગત કરું છું.
એઆર રહમાને કહ્યું કે, 'સ્વદેસ', 'દિલ સે', 'સ્લમડૉગ મિલિયનેયર' માટે બે ઑસ્કર જીત્યા છે. ગત્ત વર્ષે ઓક્ટોબરમાં તેમણે એક ડિરેક્ટર તરીકે મ્યૂઝિકલ ફિલ્મ '99 સોન્ગ્સ' બનાવી છે.