મુંબઈઃ ઑસ્કર વિજેતા ભારતીય સંગીતકાર એ.આર.રહેમાને બુધવારે સોશિયલ મીડિયા પર પોતાના પ્રશંસકોને અપીલ કરતાં કહ્યુ હતું કે, તમામે સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ. ઘરમાં જ રહેવું જોઈએ. આ ઉપરાંત તેણે ધાર્મિક સ્થાનકો પર એકઠા થઈ અરાજકતા ફેલાવવાનો સમય નથી તેમ કહ્યુ હતું.
ધાર્મિક સ્થાનકો પર એકઠા થઈ અરાજકતા ફેલાવવાનો આ સમય નથી : એ.આર.રહેમાન - એ.આર.રહેમાન
સંગીતકાર એ.આર.રહેમાન કોરોના અંગે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યુ હતું કે, ધાર્મિક સ્થાનકો પર એકઠા થઈ અરાજકતા ફેલાવવાનો આ સમય નથી. તેમણે પોતાના પ્રશંસકોને સરકારની એડવાઈઝરીનું પાલન કરવાની અપીલ કરી હતી.
રહેમાને પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યુ હતું કે,' પ્યારા મિત્રો, આ સંદેશો સમગ્ર દેશમાં કામ કરતા તબીબ, નર્સ અને અન્ય તમામ કર્મચારીઓને તેમની બહાદુરી, નિસ્વાર્થતા માટે આભાર પ્રગટ કરવા માટે છે. તે જોઈને દિલ ગદગદીત થઈ જાય છે કે કોરોના જેવી ઘાતક મહામારી સામે લડવા તેઓ કેટલી હદ સુધી તત્પર છે'
એ.આર.રહેમાને એવુ પણ લખ્યુ હતું કે,' ઈશ્વર તમારા દિલમાં છે. એટલે ધાર્મિક સ્થળોએ એકઠા થવાની જરુર નથી. સરકારના આદેશોનું પાલન કરવું જોઈએ. થોડા દિવસની તકેદારી તમને આગામી ઘણા વર્ષો આપી શકે છે. વાઈરસને ફેલાવવા અને બીજાને નુકસાન પહોંચાડવાનું કારણ ન બનો. તમે સંક્રમિત છો કે નહીં તે તમને ખુદને પણ ખબર નહીં પડે. આ સમય અફવા કે ડર ફેલાવવાનો નથી, પરંતુ વિચારશીલ અને દયાળુ બનવાનો છે. કારણ કે, તમારા હાથમાં ઘણા લોકોની જીંદગી છેે.'