ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અપારશક્તિ ખુરાનાએ 'તેરી યારી' ગીતને લઈ કરી ખાસ વાત - બૉલીવુડ ન્યૂઝ

અભિનેતા અપારશક્તિ ખુરાના પોતાનું નવું ગીત 'તેરી યારી' લઈને આવી રહ્યાં છે. જે ગીત વિશે તેમણે અનેક વાતો જણાવી હતી.

Etv Bharat
Bollywood news

By

Published : May 3, 2020, 8:03 PM IST

મુંબઈઃ અભિનેતા અપારશક્તિ ખુરાનાએ પોતાનું નવું ગીત 'તેરી યારી 'ના શૂટિંંગ દરમિયાન પોતાના લગ્નને ફરી એકવાર જીવ્યાં છે.

તેરી યારી ગીતમાં એક લગ્નનો સીન હતો. જે સીનના શૂંટિંગ દરમિયાન અભિનેતા અપારશક્તિ ખુરાનાએ પોતાના લગ્નની શેરવાની પહેરી હતી. આ અંગે અપારશક્તિએ કહ્યું કે 'તેરી યારી ગીત વાસ્તવમાં વિશેષ છે અને મારા દિલની નજીક છે. આ એક એવું ગીત છે, જેમાં પ્રેમ, સંબંધ, ભાવનાઓ અને દોસ્તી વિશે બતાવવામાં આવ્યું છે.'

તેમજ આ અંગે વધુમાં તેમણે કહ્યું કે, 'આ ગીત માર માટે ખાસ એટલા માટે પણ છે કે, મેં ગીતમાં મારા લગ્નની શેરવાની પહેરી છે એ જ પળો ને ફરી માણ્યાં છે. જો કે મેં મારા લગ્નમાં હલ્દીનો જશ્ન નહોતો મનાવ્યો તેમજ ઘોડી પર પણ નહોતો ચઢ્યો.પરંતુ આ ગીતના શૂટિંગ દરમિાયન મે એ પણ કરી લીધું.'

ABOUT THE AUTHOR

...view details