ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ફિલ્મ અને વેબ સીરીઝમાં ખુબ જ અંતર છે: આન્યા સિંહ - બૉલિવુડ ન્યૂઝ

'કૈદી બેન્ડ'થી બૉલિવુડથી પોતાના કેરિયરની શરૂઆત કરી ડિઝિટલ પ્લેટફોર્મ પર કામ કરી ચુકેલી અભિનેત્રી આન્યા સિંહનું માનવું છે કે ફિલ્મ અને વેબ માં ખુબ જ અંતર છે.

Anya singh
Anya singh

By

Published : Apr 9, 2020, 11:25 PM IST

મુંબઈઃ મોટા પડદાની સાથે સાથે સાથે ડિઝિટલ પ્લેટફોર્મ પર કામ કરી ચુકેલી અભિનેત્રી આન્યા સિંહનું કહેવું છે કે વેબ સીરીઝમાં કલાકારો માટે અધિક સ્વતંત્રતા છે. કારણ કે તેમાં સેન્સરશિપ નથી હોતી.

વેબ સીરીઝમાં કામ કરવાનો અનુંભવ શેર કરતાં આન્યાએ કહ્યું કે, 'મને લાગે છે કે વેબ શો અને ફિલ્મ વચ્ચે ખુબ મોટું અંતર એ છે. વેબ સીરીઝમાં તેમને તમારી વધારે ક્રિએટિવિટી દેખાડવાનો અધિક સમય મળે છે. કેમ કે તેમાં સેન્સર વધારે હોતા નથી.જેથી કલાકાર હોય કે નિર્દેશક હોય કે પછી લેખક હોય તે ઘણું બધુ નવું કરી શકે છે. તેમાં ખુબજ સ્વતંત્રતા છે, જેનો ઉપયોગ તમે તમારી ક્રિએટીવીટી માટે કરી શકો છો. '

27 વર્ષીય આન્યાએ વર્ષ 2017માં 'કૈદી બેન્ડ' થી બૉલિવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યાર બાદ નકુલ મહેતા સાથે વેબ સીરીઝ 'નેવર કિસ યોર બેસ્ટ ફ્રેન્ડ'માં જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details