ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અનુષ્કાએ વિરાટ સાથે વિતાવેલી કેટલીક વિશેષ અને કિંમતી ક્ષણો શેર કરી - ક્રિકેટર ઝુલન ગોસ્વામી

અનુષ્કાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં અનુષ્કા અને વિરાટ તેમના કૂતરાઓ સાથે રમતા અને ખવડાવતા જોવા મળે છે. વીડિયો શેર કરતાં અનુષ્કાએ લખ્યું હતું, 'ગયા વર્ષની કેટલીક ખાસ, કિંમતી ક્ષણો.'

અનુષ્કાએ વિરાટ સાથે વિતાવેલી કેટલીક વિશેષ અને કિંમતી ક્ષણો શેર કરી
અનુષ્કાએ વિરાટ સાથે વિતાવેલી કેટલીક વિશેષ અને કિંમતી ક્ષણો શેર કરી

By

Published : Apr 16, 2021, 2:30 PM IST

  • અનુષ્કાએ તેના 49 મિલિયન ફોલોઅર્સ સાથે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો
  • અનુષ્કા અને વિરાટ તેમના કૂતરાઓ સાથે રમતા અને ખવડાવતા જોવા મળ્યા
  • અભિનેત્રી ક્રિકેટર ઝુલન ગોસ્વામીની બાયોપિકમાં જોવા મળશે

હૈદરાબાદ: અભિનેત્રી અનુષ્કા શર્માએ ગત વર્ષનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં તે પોતાના પતિ વિરાટ કોહલી સાથે સમય ગાળતી જોવા મળી રહી છે.

વીડિયો શેર કરતાં અનુષ્કાએ લખ્યું, 'ગયા વર્ષની કેટલીક ખાસ, કિંમતી ક્ષણો

શુક્રવારે સવારે અનુષ્કાએ તેના 49 મિલિયન ફોલોઅર્સ સાથે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં અનુષ્કા અને વિરાટ તેમના કૂતરાઓ સાથે રમતા અને ખવડાવતા જોવા મળે છે. વીડિયો શેર કરતાં અનુષ્કાએ લખ્યું, 'ગયા વર્ષની કેટલીક ખાસ, કિંમતી ક્ષણો.' ગયા વર્ષે અનુષ્કા માટે વ્યક્તિગત અને વ્યવસાયિક ધોરણે ઉત્તમ રહ્યું. તેણે ગયા વર્ષે ઓગસ્ટમાં તેના ગર્ભાવસ્થાના સમાચાર જાહેર કર્યા હતા અને આ વર્ષે જાન્યુઆરીમાં એક પુત્રીને જન્મ આપ્યો હતો.

અનુષ્કા આગામી સમયમાં બે ફિલ્મોમાં જોવા મળશે

તેમના દ્વારા નિર્માણ પામેલી શ્રેણી પાતાલ લોક અને ફિલ્મ બુલબલેએ OTT પર ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું અનુષ્કા આગામી સમયમાં બે ફિલ્મોમાં જોવા મળશે. તે નવદીપ સિંહ દિગ્દર્શિત એક ફિલ્મ કરી રહી છે અને તે સાથે ક્રિકેટર ઝુલન ગોસ્વામીની બાયોપિકમાં જોવા મળશે. અભિનેત્રી છેલ્લે રજત પડદે શાહરૂખ ખાન અને કેટરીના કૈફ સાથે 2018માં ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details