મુંબઇ: અનુષ્કા શર્મા આજકાલ પ્રોડક્શનમાં હાથ અજમાવી રહી છે. 'પાતાલ લોક'ની સફળતા બાદ અનુષ્કા તેના બીજા પ્રોજેક્ટ માટે તૈયાર છે.
તેની બીજી વેબ સીરીઝ 'બુલબુલ'નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. અલૌકિક થીમ પર આધારિત આ સિરીઝ, ગુના, રહસ્યમયતા, પ્રેમથી ભરપૂર છે.
અનુષ્કાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર 'બુલબુલ'નું ટ્રેલર રિલીઝ કરતી વખતે કેપ્શનમાં લખ્યું હતું કે, "બાળપણમાં સૂતી વખતે જે વાર્તાઓ સાંભળી હોય તે સાચી છઇ જાય તો શું થાય. બુલબુલની વાર્તા બંગાળની 19 મી અને 20 મી સદીની પૃષ્ઠભૂમિ પર આધારિત છે.