ગુજરાત

gujarat

ETV Bharat / sitara

પશુઓ પર થતા અત્યાચારોને રોકવા આગળ આવી અભિનેત્રી અનુષ્કા શર્મા - anushka sharma news

ગત દિવસોમાં બનેલી હાથણીના મોતની ઘટનાને લઈને અભિનેત્રી અનુષ્કા શર્માએ પશુઓ પર થતી ક્રુરતા અટકાવવાં અધિનિયમ 1960માં બદલાવ કરવાની માગ કરી છે.

Anushka sharma
Anushka sharma

By

Published : Jun 13, 2020, 9:00 AM IST

મુંબઈ: થોડા દિવસો પૂર્વે કેરળમાં ગર્ભવતી હાથણીનું ફટાકડા ભરેલું અનાનસ ખાવાથી મોત થયું હતું. આ ઘટનાની લોકો દ્વારા ખુબ જ નિંદા કરવામાં આવી હતી. આ દરમિયાન બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ ડિજિટલ કૈંપેન હૈશટૈગ 'જસ્ટિસફોરએનિમલ'ની શરૂઆત કરી છે. સાથે જ તેમણે પશુઓ પ્રત્યે થતી ક્રુરતાનું નિવારણ લાવવાં અધિનિયમ 1960માં બદલાવ કરવા અને અપરાધીઓને સખત સજા આપવાની જોગવાઈ કરવા માગ કરી છે.

તાજેતરમાં પશુઓ પર થતાં અત્યાચારની અનેક ઘટનાઓ સામે આવી છે. જેના પર અભિનેત્રી અનુષ્કા શર્માએ પ્રતિક્રિયા આપી છે. અભિનેત્રીએ કહ્યું કે, 'જ્યારે મેં હાથણીના ન્યૂઝ સાંભળ્યાં તો મને દુખ થયું હતું. મને એ નથી સમજાતું કે કોઈ આટલું નિર્દય કેવી રીતે હોઈ શકે.'

અનુષ્કા શર્માએ વધુમાં કહ્યું કે, ' મને ખુબ જ દુઃખ થાય છે જ્યારે કોઈ માણસ આવું કરે. આપણે તો સૌથી વિકસિત જીવ હોવું જોઈએ, આપણુ કામ પ્રકૃતિ અને અબોલ પશુઓની રક્ષા કરવાનું છે, એતો આપણે નથી કરી રહ્યાં. મને લાગે છે કે જ્યારે કડક કાયદો બનશે ત્યારે જ આપણે જવાબદાર બનીશું.'

જાનવરો પર થતી ક્રુરતા પર ધ્યાન આપી તેને અટકાવવાં માટે પ્રશાસન દ્વારા અધિનિયમ 1960માં ફેરફાર કરવા અભિનેત્રીએ માગ કરી છે. તેમજ તેણીએ કહ્યું કે અત્યારે તમે જાનવરો પર ક્રુરતા કરી 50 રૂપિયા ભરી છુટી જાવ છો. તમે પૈસા આપ્યા અને બહાર. માટે જ કડક કાયદો હોવો જોઈએ.

ABOUT THE AUTHOR

...view details