ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર તેના ભાઇ સાથે પોતાની નાનપણની તસવીર શેર કરી - અનુષ્કા શર્મા નાનપણનો ફોટો

અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર તેના ભાઈ કરનેશ સાથે બાળપણની ન જોઈ હોય તેવી એક તસવીર શેર કરી હતી. ફોટામાં નાની અનુષ્કા તેના ભાઈની ખોળામાં હસતી જોવા મળી રહી છે. ફોલોઅર્સ અને ફેન્સને આ ફોટો ખૂબ પસંદ આવી રહ્યો છે.

અનુષ્કા શર્મા
અનુષ્કા શર્મા

By

Published : May 26, 2020, 5:08 PM IST

મુંબઈ: અભિનેત્રી અનુષ્કા શર્માએ લોકડાઉન વચ્ચે મંગળવારે પોતાનું બાળપણ યાદ કર્યું હતું. અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ભાઈ કરનેશ શર્મા સાથે બાળપણની તસવીર શેર કરી છે જેમાં તેણી તેના ભાઈના ખોળામાં છે અને હસી રહી છે.

અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર તેના ભાઇ સાથે પોતાની નાનપણની શેર કરી તસવીર..

તસવીરમાં એવું જોવા મળી રહ્યું છે કે કરનેશે અનુષ્કાને પકડી રાખી છે અને અભિનેત્રી ખૂબ ખુશ છે. અભિનેત્રીનું મનોહર હાસ્ય અને તેના ભાઇની ક્યૂટ એક્શને ચાહકોનું દિલ જીતી લીધું છે.

અભિનેત્રીએ આ તસવીર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર શેર કરી છે. 5 લાખથી વધુ લોકોએ તેને ફક્ત એક કલાકમાં ઇન્સ્ટા પર લાઇક કર્યા હતા.

તેમાં અભિનેત્રી મૌની રોય અને તેનો ભાઈ કરનેશ પણ શામેલ છે.

મૌની રોયે ત્રણ હાર્ટ ઇમોજી તો ભાઈએ લખ્યું, '@anushkasharma એ જ સમય એવો હતો કે જ્યારે હું તારાથી પાતળો દેખાતો હતો.'

ચાહકોએ પણ ભાઈ-બહેનની આ તસવીરની પ્રશંસા કરી અને 'સો ક્યુટ', અને 'સો સ્વીટ' જેવી કમેન્ટથી કમેન્ટ્સ બૉક્સને ભરી દીધું.

ABOUT THE AUTHOR

...view details