મુંબઇઃ બૉલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માની પ્રોડક્શન કંપની ક્લીન સ્લેટ ફિલ્મ્સના બેનર હેઠળ હાલની વેબ સીરીઝ 'પાતાલ લોક' જેટલી ખ્ચાતિ મળી રહી છે, તેટલી જ તેની ટીકા પણ કરવામાં આવી રહી છે. હવે સીરીઝમાં ઉપયોગ કરાયેલા એક વિવાદાસ્પદ ડાયલૉગ માટે અભિનેત્રીને લીગલ નોટિસ મોકલવામાં આવી છે.
ગિલ્ડના સભ્ય અને એડવોકેટ વીરેન શ્રી ગુરુંગે આ કેસમાં અભિનેત્રીને કાનૂની નોટિસ મોકલી છે. વકીલના જણાવ્યા અનુસાર સીરીઝના બીજા ભાગમાં એક ડાયલૉગ છે જે આખા નેપાળી સમુદાયનું અપમાન કરે છે.
વકીલે કહ્યું, 'વીડિયો ક્લિપમાં પૂછપરછ દરમિયાન લેડી પોલીસ ઓફિસર નેપાળી પાત્ર પર જાતિવાદી દુર્વ્યવહારનો ઉપયોગ કરે છે. જો ફક્ત નેપાળી શબ્દનો ઉપયોગ થતો હોત તો તેમાં કોઈ સમસ્યા નહોતી, પરંતુ તે પછીનો શબ્દ સ્વીકારી શકાતો નથી. અનુષ્કા આ શોની નિર્માતા હોવાથી અમે તેને નોટિસ મોકલી છે. અત્યારે અભિનેત્રી તરફથી કોઈ પ્રતિક્રિયા કરવામાં આવી નથી.