હૈદરાબાદ:વિશ્વના મહાન ખેલાડીઓમાંના એક, ભારતીય ક્રિકેટ ટીમના (Indian cricket team) સ્ટાર વિરાટ કોહલીએ શનિવારે ટેસ્ટ ટીમમાંથી (Test team India) રાજીનામું (VIRAT STEPS DOWN AS INDIA TEST CAPTAIN) આપવાની જાહેરાત કરતા જ રમત જગતમાં ખળભળાટ મચી ગયો હતો. વિરાટના આ નિર્ણય પર તેના ફેન્સ ઘણા નિરાશ થઇ ગયા છે અને બોલિવૂડ સ્ટાર્સ પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. વિરાટ કોહલીની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્માએ આ અંગે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ કરી ભાવનાત્મક પ્રતિક્રિયા આપી છે.
અનુષ્કા શર્માએ આપી ભાવનાત્મક પ્રતિક્રિયા
અનુષ્કા શર્માએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પતિ વિરાટ કોહલી સાથેની સુંદર તસવીરો શેર કરીને એક ઈમોશનલ નોટ લખી છે, જેણે દરેકનું દિલ જીતી લીધું છે. અનુષ્કાએ લખ્યું, 'મને હજુ પણ 2014નો એ દિવસ યાદ છે, જ્યારે તમે મને કહ્યું હતું કે, તમને ભારતીય ટીમનો કેપ્ટન (Indian team captain) બનાવવામાં આવ્યો છે.
તમારા નેતૃત્વ હેઠળની ટીમની સિદ્ધિઓ પર મને હંમેશા ગર્વ છે: અનુષ્કા
તેણે આગળ લખ્યું, 'મને યાદ છે મહેન્દ્ર સિંહ ધોની, તમે અને હું તે દિવસે ચેટ કરી રહ્યા હતા અને તે મજાક કરી રહ્યો હતો કે, તમારી દાઢી કેટલી ઝડપથી ગ્રે થવા લાગી છે. અમે બધા આ વાત પર હસી પડ્યા હતા. તે દિવસથી, મેં તમારી દાઢીને રાખોડી થવાની સાથે ઘણું બધુ જોવા મળ્યું છે. મેં તમારી આસપાસ અને તમારામાં આવતા પરિવર્તન જોયા છે, અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે તમારો વિકાસ અને તમારા નેતૃત્વ હેઠળની ટીમની સિદ્ધિઓ પર મને હંમેશા ગર્વ છે, પરંતુ તમે તમારી અંદર જે હાંસલ કર્યું છે તેના પર મને સૌથી વધારે ગર્વ છે.
મને તમારા પર ખૂબ ગર્વ છે: અનુષ્કા