ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કોરોના દર્દીઓ અને ડોકટરો સાથેના ભેદભાવથી દુ:ખી થઈ અનુષ્કાએ કહ્યું - અત્યારે સાથે રહેવાની જરૂર...

દેશમાં કોરોના વાઇરસના 9 હજારથી વધુ કેસ નોંધાયા છે, જ્યારે 300થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા હંમેશાં મોટા પ્રમાણમાં સમાજને લગતા પ્રશ્નો પર ધ્યાન આપવા માટે પોતાનો અવાજ ઉઠાવતી રહે છે.

By

Published : Apr 13, 2020, 7:56 PM IST

anushka
anushka

મુંબઇ: બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા હંમેશાં મોટા પ્રમાણમાં સમાજને લગતા પ્રશ્નો પર ધ્યાન આપવા માટે પોતાનો અવાજ ઉઠાવતી રહે છે. આ વખતે તે લોકોને વિનંતી કરી રહી છે કે તેઓ કોરોનો વાઇરસથી પીડાતા દર્દીઓ સાથે ભેદભાવ ન રાખે. કોવિડ -19 દર્દીઓ અને ડોકટરો સાથે ખરાબ વર્તન કરવાના કિસ્સાઓ સામે આવ્યા છે.

ઘણા ડોકટરો અને આરોગ્યને લગતા વ્યવસાયિકોને જ્યાં તેઓ રહે છે તે વિસ્તારોમાં જવા પર પ્રતિબંધ મૂક્યો છે. કેટલાકને તેમના કામને લઇને હુમલો કરવામાં આવ્યો હતો. જે ડૉક્ટર પોતાની જીવના જોખમે બીજાની જિંદગી બચાવી રહ્યા છે. તો બીજી તરફ કોરોના પીડિત દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિ નથી રાખી રહ્યા જેનાથી અનુષ્કા શર્મા ખૂબજ દુખી છે.

ABOUT THE AUTHOR

...view details