- અભિનેત્રી અનુષ્કા શર્માની બાળકી વામિકા 6 મહિનાની થઈ
- અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા ફોટો
- ફોટોઝમાં વામિકાનો ચહેરો જોવા લોકો ઉત્સુક
હૈદરાબાદ: બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma)અને ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli)સ્ટાર કપલ છે. હાલમાં અનુષ્કા શર્માએ તેની બાળકી વામિકા (Vamika)6 મહિનાની થતાં ઈન્સ્ટાગ્રામ પર વામિકા(Vamika)ના ફોટોઝ શેર કર્યા છે. જો કે, આ ફોટોમાં વામિકાનો ચહેરો તો નથી દેખાતો, પરંતુ ફોટોઝ ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે.
મમ્મી અનુષ્કા અને પપ્પા વિરાટના ખોળામાં ખિલખિલાટ કરતી જોવા મળી બાળકી વામિકા આ પણ વાંચોઃદીકરીના પિતા બન્યા બાદ પાપા વિરાટે બદલ્યો ટ્વીટર અકાઉન્ટનો બાયો
વામિકાએ પિચ કલરના સ્ટ્રાઇપ્ડ ફ્રોકમાં ગુલાબી શૂઝ પહેર્યા છે
અનુષ્કા(Anushka Sharma)એ પિંક શર્ટ અને વાદળી જીન્સ પહેરીને વામિકા(Vamika)ને ખોળામાં લઇને બેઠી હતી. તે ખુલ્લા આકાશ તરફ ઇશારો કરીને તેની પુત્રીને આસ-પાસની વસ્તુઓ બતાવી રહી છે. બીજા ફોટામાં વામિકા (Vamika)પિતા વિરાટના ખોળામાં છે. વામિકાએ પિચ કલરના સ્ટ્રાઇપ્ડ ફ્રોકમાં ગુલાબી શૂઝ પહેર્યા છે. તેણે આ ઉજવણી કેક કાપવા સાથે પૂર્ણ કરી હતી.
ફોટોઝને 27 લાખથી વધુ લાઈક્સ મળ્યા
અભિનેત્રી અનુષ્કા શર્મા(Anushka Sharma)એ પોતાની બાળકી વામિકા(Vamika)ના ફોટોઝ શેર કર્યો હતો. આ સાથે જ અનુષ્કાએ કેપ્શનમાં લખ્યું હતું કે, વામિકા(Vamika)નું એક સ્મિત અમારી દુનિયા બદલી શકે છે. જે પ્રેમની સાથે તમે અમને જુઓ છો. આશા રાખું છું કે, અમે બન્ને તે પ્રેમની પરીક્ષા પાસ કરીશું. અમને ત્રણેયને 6 મહિનાની શુભેચ્છા. તો બીજી તરફ અનુષ્કા અને વિરાટ(Virat Kohli)ના ફેન્સ પણ આ ફોટો પર ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે. અત્યાર સુધી આ ફોટોઝને 27 લાખથી વધુ લાઈક્સ મળ્યા છે.
મમ્મી અનુષ્કા અને પપ્પા વિરાટના ખોળામાં ખિલખિલાટ કરતી જોવા મળી બાળકી વામિકા
આ પણ વાંચોઃCOVID-19: દેશની આ સ્થિતિમાં જોઇને દુ:ખ થાય છે : વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા
તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે
અભિનેત્રી અનુષ્કા શર્મા(Anushka Sharma)એ તેની 6 મહિનાની બાળકી વામિકા(Vamika)ના ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને ધૂમ મચાવી દીધી છે. જો કે, આ ફોટોમાં વામિકા(Vamika)નો ચહેરો નથી દેખાઈ રહ્યો, તેમ છતાં તેના ફેન્સ વામિકા(Vamika)ના ફોટોઝ જોવા ઉત્સુક બન્યા હતા. અનુષ્કાએ શેર કરેલા ફોટોમાં અનુષ્કા શર્મા સાથે વામિકા જોવા મળી રહી છે. આ ઉપરાંત પિતા વિરાટ કોહલી(Virat Kohli)પોતાની બાળકી વામિકા સાથે જોવા મળી રહ્યો છે. હજુ પણ લોકો વામિકા(Vamika)નો ચહેરો જોવા માટે ઉત્સુક છે. કારણ કે, 6 મહિનામાં ક્યારેય લોકોને વમિકા(Vamika)નો ચહેરો જોવા નથી મળ્યો.