સફેદ બરફની ચાદરમાં કાળા કોર્ટમાં વિરાટ તો અનુષ્કા બ્રાઈટ ઓરેન્જ રંગના ગરમ સૂટમાં દેખાઈ રહી છે. વિરાટ અને અનુષ્કા બન્ને ખૂબ જ આકર્ષક લાગી રહ્યા છે. આ કપલ હાલ સ્વિટ્ઝરલેન્ડમાં વેકેશનની મજા માણી રહ્યું છે. તેમના ફોટોઝ સ્તાહ શહેરના છે.
વિન્ટરની મજા માણવા સ્વિટ્ઝરલેન્ડ પહોંચ્યા ‘વિરૂષ્કા’ - Anushka and Virat news
મુંબઈ: બોલીવૂડ એકટ્રેસ અનુષ્કા શર્મા અને તેમના પતિ વિરાટ કોહલી વિન્ટર વેકેશન પર નીકળ્યા છે. ઠંડા વાતાવરણમાં બરફમાં પોઝ આપતા વિરાટ અને અનુષ્કા ખૂબ જ આકર્ષક લાગી રહ્યા છે. વિરાટે બન્નેના ફોટા ઈન્સટાગ્રામ પર શેર કર્યા હતા.
Anushka sharma and Virat kohli winter vacation in Switzerland
વ્યસ્ત શેડયૂલ હોવા છતાં પણ બન્ને એકબીજા માટે ટાઈમ ફાળવવાનું ચૂકતા નથી. આ પહેલા બન્નેએ ભૂટાન ટ્રીપની મજા લીધી હતી. તેમના તે ફોટોને પણ વિરૂષ્કા ફેન્સે ખુબ જ વખાણ્યો હતો. ભૂટાન ટ્રીપ દરમિયાન અનુષ્કાએ ત્યાની ખુબસૂરતી, શાંતિ અને પ્રાકૃતિક નજારાના ફોટોઝ શેર કર્યા હતા.