મુંબઈઃ બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને પતિ વિરાટ કોહલી તેનો ડોગ બ્રુનો સાથે અનેક વાર સોશિયલ મીડિયાાં ફોટો શેર કરતાં હોય છે. તાજેતરમાં જ અબિનેત્રીએ બ્રુનો સાથે એક ફોટો અને વીડિયો શેર કર્યો હતો.
બુધવારે અનુષ્કા અને વિરાટ કોહલીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી આપી છે કે, તેમનો ડોગ બ્રુનો તેમને અને આ દુનિાયને છોડીને જતો રહ્યો છે. જો કે લોકડાઉનમાં અનુષ્કા બ્રુનો સાથે મસ્તી કરતાં જોવા મળતી હતીં.
અનુષ્કાએ પોતના ઈન્સ્ટાગ્રામ પર વિરાટ અને બ્રુનો સાથેનો એક ફોટો શેર કર્યો છે. જે તસવીરમાં અનુષ્કા, વિરાટ અને બ્રુનો પોઝ આપતાં જોવા મળે છે. આ સાથે અભિનેત્રીએ લખ્યું છે કે,' બ્રુનો, આત્માને શાંતિ મળે'
આ ઉપરાંત વિરાટ કોહલીએ પણ તેના 11 વર્ષના બ્રુનો માટે એક ભાવુક પોસ્ટ લખી છે. બ્રુનોના મોત પર કોહલીએ લખ્યું કે,'તારી આત્માને શાંતિ મળે, બ્ર્રુનો. તે અમને પ્રેમ આપી અમારી જીંદગીના 11 વર્ષને સુંદર બનાવ્યાં છે અને અક જીંદગીભરનો સંબંંધ બંધાઈ ગયો છે. આજે તુ બીજી જગ્યાએ જઈ ચૂક્યો છો. ભગવાન તેની આત્માને શાંતિ આપે.'