મુંબઇ: બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ બુધવારે તેના પતિ અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જે તમને હસવા મજબૂર કરે છે.
વીડિયોમાં વિરાટ ડાયનાસોરની નકલ કરતો જોઇ શકાય છે. નોંધનીય છે કે, કોરોનાના કારણે લાગુ કરાયેલા લોકડાઉનના પગલે કોહલી મુંબઇમાં તેના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે.
તાજેતરના વીડિયોમાં કોહલી આખા ઘરમાં ડાયનાસોરની જેમ ચાલતો જોવા મળી રહ્યો છે અને ડાયનો સોરની જેમ અવાજ પણ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોના કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું છે કે, મેં એક ડાયનાસોરને ખુલ્લામાં ફરતા જોયો છે.
મળતીમાહિતી પ્રમાણે, જો પરિસ્થિતિ સામાન્ય થઈ જાય તો ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી આવૃત્તિમાં કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુનું નેતૃત્વ કરશે. જોકે, કોવિડ -19 ના ફાટી નીકળવાના કારણે બીસીસીઆઈ દ્વારા ટૂર્નામેન્ટ મુલતવી રાખવામાં આવી છે.
તે જ સમયે, અનુષ્કા શર્માની પ્રોડક્શન કંપની ક્લીન સ્લેટ ફિલ્મ્સના બેનર હેઠળ નવી વેબ સિરીઝ પાતાલ લોક રજૂ કરવામાં આવી છે અને ચાહકોને તે ખૂબ પસંદ આવી રહી છે.