મુંબઈ: અનુષ્કા શર્મા અને તેના ભાઈ કરનેશ શર્માનુ પ્રોડક્શન હાઉસ ‘ક્લીન સ્લેટ ફિલ્મ્સ’ હેઠળ બનેલી નેટફ્લિક્સ ડિજિટલ રિલીઝ ‘બુલબુલ’ ને દર્શકો પસંદ કરી રહ્યા છે. ત્યારે આ અંગે અનુષ્કાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.
અનુષ્કાએ જણાવ્યું, "એક દિવસ ક્લીન સ્લેટ ફિલ્મ્સની પોતાની આગવી શૈલી હશે. અમે હંમેશા એવી ફિલ્મો બનાવવા માંગતા હતા કે જેની કથા મહિલાઓ અને તેમના સાહસ પર આધારિત હોય. અમે સિનેમાના માધ્યમ દ્વારા મજબૂત અને સશક્ત સ્ત્રીપાત્રો ને દર્શાવવા માંગીએ છીએ.