મુંબઈઃ ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ, લેખક વરૂણ ગ્રોવર અને કુનાલ કામરા સાથે મળીને 19 ટેસ્ટ કીટ માટે ભંડોળ એકત્ર કરવા માટે તેમની ટ્રોફીની હરાજી કરશે. આ અભિયાનનો હેતુ આગામી 30 દિવસમાં 13 લાખ 44 હજાર રૂપિયા એકત્ર કરવાનો છે. જેનાથી 10 કીટ આવશે અને હજારો લોકોની તપાસમાં મદદ થશે.
કશ્યપે ટ્વિટર પર કહ્યું હતું કે, જે પણ સૌથી વધુ બોલી લગાવશે તેને 'ગેંગ્સ ઑફ વાસેપુર' ક્રિટિક્સની પસંદગીની શ્રેષ્ઠ ફિલ્મ માટેની ઓરિજિનલ ટ્રોફી અપાશે.